________________
નિયતિવાદીની શંકાનું નિરસન–
न च तन्मात्रभावादेर्युज्यतेऽस्या विचित्रता ।
तदन्यभेदकं मुक्त्वा, सम्यग्र्यायाविरोधतः ॥ ७० ॥ १८२ ॥ ઘટ જનક નિયતિ પટની જનક નથી અને પટ જનક નિયતિ ઘટની જનક નથી. આ રીતે નિયતિમાં વિચિત્રપણું માની લઈએ તો શું વાંધો છે? આવું નિયતિવાદીનું કથન વ્યાજબી નથી. કારણકે-નિયતિ તો નિયતિ સ્વરૂપે એક જ છે. તેથી ઘટ જનક નિયતિ કરતાં પટ જનક નિયતિમાં જે વિચિત્રતા બતાવાય છે, તે તેનાથી ભિન્ન ભેદક વસ્તુ સિવાય યુક્તિમાર્ગથી ઘટી શક્તિ નથી. (૭૦)
સજાતીય વસ્તુમાં અવાન્તર વિચિત્રતા ભિન્ન કારણ સિવાય સંભવી શક્તિ નથી. એ વાત દષ્ટાંત દ્વારા જણાવે છે–
न जलस्यैकरूपस्य, वियत्पाताद् विचित्रता । ऊषरादिधराभेदमन्तरेणोपजायते ॥ ७१ ॥ १८३ ॥ આકાશમાંથી પડતું વરસાદનું પાણી એક જ જાતનું હોય છે, છતાં પણ નીચે જમીન પર પડ્યા બાદ તેમાં ખારાશ વગેરે જે વિચિત્રતા દેખાય છે તે ઉખર ભૂમિ વગેરેના ભેદને આભારી છે. અર્થાત તેનાથી જ તે વિચિત્રતા થાય છે. તે રીતે નિયતિરૂપે કરીને સમાન એવી જે નિયતિઓ તેની વિચિત્રતા અન્યભેદક વસ્તુ સિવાય હોઈ શક્તિ નથી. (૮૧) ભલે ભેદક અન્ય વસ્તુ હો, તેથી શું ? આ વાતનો જવાબ–
तद्भिन्नभेदकत्वे च, तत्र तस्या न कर्तृता।
तत्कर्तृत्वे च चित्रत्वं तद्वत् तस्याप्यसङ्गतम् ॥ ७२ ॥ १८४ ॥ નિયતિથી ભિન્ન ભેદક વસ્તુ જો માનવામાં આવે તો તે માનેલી ભેદક વસ્તુનું બીજું કોઈ કારણ માનવું પડશે. આથી તેમાં નિયતિ કારણ ન થઈ તેથી કરીને કાર્યમાત્ર પ્રત્યે નિયતિ કારણ છે એ તમારો નિયમ ઉડી જાય છે. કદાચ આ નિયમનું રક્ષણ કરવા માટે એમ કહેવામાં આવે કે તે ભેદક વસ્તુ પ્રત્યે પણ નિયતિ જ કારણ છે, અન્ય નહીં, તો આ હકીક્ત વ્યાજબી નથી. કારણકે–નિયતિમાં જેમ વિચિત્રપણું નથી, તેમ તેનાથી ઉત્પન્ન