________________
થયેલ ભેદક વસ્તુમાં પણ વિચિત્રપણું આવી શકશે નહીં. તેથી અવિચિત્ર એવી જે ભેદક વસ્તુ તે નિયતિમાં ભેદ કરી શકશે નહીં. (૭૨) શંકા અને સમાધાન–
तस्या एव तथाभूतः, स्वभावो यदि चेष्यते ।
ચરો નિચતિવાદઃ ચાર, રમાવાયાજનુ આ ૭રૂ છે ૧૮ નિયતિમાં જ તેવો સ્વભાવ છે કે જેને લઈને કાર્યમાં ભિન્નતા આવી શકશે. આવું નિયતિવાદીનું સમાધાન પણ વ્યાજબી નથી. કારણકે–સ્વભાવનું જો આશ્રયણ કર્યું, તો “કાર્યમાત્ર પ્રત્યે નિયતિ જ કારણ છે” એવો નિયતિવાદ ટકી શકતો નથી. (૭૩) એકાન્ત સ્વભાવવાદનું નિરસનस्त्रो भावश्च स्वभावोऽपि, स्वसत्तैव हि भावतः ।
तस्यापि भेदकाभावे, वैचित्र्यं नोपपद्यते ॥ ७४ ॥ १८६ ॥ કેવલ સ્વભાવની વિચિત્રતાને લઈને કાર્યની વિચિત્રતા થાય છે. આવું સ્વભાવવાદીનું મંતવ્ય વ્યાજબી નથી. કારણકે સ્વભાવનો અર્થ ખરી રીતે સ્વસત્તા જ થાય છે. આ સ્વસત્તામાં ભેદક બીજી વસ્તુ ન માનીએ તો વિચિત્રપણું આવી શકતું નથી. અને ભેદક બીજી વસ્તુ જે માનવા જઈએ તે પૂર્વે નિયતિમાં જણાવેલા દોષો ઉત્પન્ન થાય છે. (૭૪)
ભલે સ્વભાવમાં વિચિત્રતા ન હો, એથી શું? આવી શંકાના જવાબમી જણાવે છે –
ततस्तस्याविशिष्टत्वाद् , युगपद्विश्वसम्भवः ।
न चासाविति सद्युत्त्या, तद्वदोऽपि न सङ्गतः ॥ ७५ ॥ १८७ ॥ સ્વભાવ એક જાતનો છે. તેનાથી જગતની ઉત્પત્તિ માનવામાં આવે તો એકી સાથે આખા જગતની ઉત્પત્તિ થઈ જવી જોઈએ. અને તે થતી નથી, માટે યુક્તિથી વિચારતાં એકાન્ત સ્વભાવવાદ પણ વ્યાજબી નથી. (૭૫) શંકા અને સમાધાન
तत्तत्कालादिसापेक्षो, विश्वहेतुः स चेन्ननु । मुक्तः स्वभाववादः स्यात् , कालवादपरिग्रहात् ॥ ७६ ॥ १८८॥