________________
8
જે કારણ માટે દરેક પ્રાણીઓને આ જગત સુખ-દુઃખાદિ વિવિધ પ્રકારે જે પ્રત્યક્ષ ભોગ્ય દેખાય છે તે કારણ માટે તે કર્મજન્ય છે. અર્થાત્ સુખદુઃખાદિપે જગતની કોઈ પણ વસ્તુ અનુભવાય છે તે કર્મને લઈને જ છે. (૬૬) કર્મનું સમર્થન –
न च तत्कर्मवैधुर्ये, मुद्गपक्तिरपीक्ष्यते ।
स्थाल्यादिभङ्गभावेन, यत् क्वचिन्नोपपद्यते ॥ ६७ ॥ १७९ ॥ ભક્તાગત કર્મ જે ન માનવામાં આવે તે મગને પાક પણ જોઈ શકાતો નથી, કારણકે–પાકને ઉપયોગી સકલ સાધન હોય છતાં પણ (કદાચ દૈવયોગથી) હાંડલી વગેરે ફૂટી જાય, તે પાક થઈ શકતો નથી. આથી કર્મ નામવી વસ્તુ માનવી જોઈએ. (૬૭) કર્મ ન માનવામાં આવે તે દોષ– चित्रं भोग्यं तथा चित्रात्, कर्मणोऽहेतुतान्यथा ।
तस्य यस्माद् विचित्रत्वं, नियत्यादेन युज्यते ॥ ६८ ॥ १८ ॥ વિવિધ પ્રકારની તે તે સ્વરૂપે ભોગ્ય વસ્તુ વિવિધ પ્રકારના કર્મથી જ થાય છે. આ રીતે જો ન માનવામાં આવે તો ભોગ્ય વસ્તુ નિહેતુક બની જશે, કારણકે–નિયતિ વગેરે વિચિત્ર સ્વરૂપવાળા નથી. અર્થાત નિયત સ્વરૂપવાળા છે. તેથી તેનાથી ભોગ્ય વસ્તુનું વિચિત્રપણું સંભવી શકતું નથી. (૬૮). ઉપરોક્ત વસ્તુનું સ્પષ્ટીકરણ– नियतेर्नियतात्मत्वानियतानां समानता ।
તથાનિયતમા , વાત્ ચાર દિક્તિત્રતા હ૧ ૧૮૧ નિયતિ એક સ્વરૂપવાળી હોવાથી, તેનાથી ઉત્પન્ન થયેલા પદાર્થોની સમાનતા જ થઈ જશે. કદાચ એમ માનવામાં આવે કે નિયતિ અસમાન કાર્યને પણ ઉત્પન્ન કરે છે, તો પછી નિયતિ એક સ્વરૂપવાળી ન રહી, કિન્તુ અનેકવિધ કાર્યને ઉત્પન્ન કરતી હોવાથી અનેક સ્વરૂપવાળી થઈ, એમ અનિચ્છાએ પણ માનવું પડશે. આથી સકલની ઉત્પાદક નિયતિ એક સ્વરૂપવાળી છે એ સિદ્ધાંત ટકી શકશે નહીં. (૬૯)