________________
કાળાદિક હોય છતાં પણ સ્વભાવ સિવાય મગ રંધાતા નથી. ગમે તેટલા સમય સુધી ચૂલા પર રાખી મૂકે તો પણ કોરડુ મગ રંધાતો નથી, કારણ કે તેમાં તે સ્વભાવ નથી. (૫૯) સ્વભાવને જે કારણ ન માનવામાં આવે તો દોષ–
' अतत्स्वभावात् तद्भावेऽतिप्रसङ्गोऽनिवारितः। . तुल्ये तत्र मृदः कुम्भो, न परादीत्ययुक्तिमत् ॥ ६० ॥ १७२ ॥ સ્વભાવ સિવાય પણ વસ્તુની ઉત્પત્તિ જો માનીએ તો અનેક દોષની પરંપરા ઉત્પન્ન થશે. કારણકે-માટીમાં ઘટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નથી, તેમ પટને ઉત્પન્ન કરવાનો પણ સ્વભાવ નથી, તે માટીથી ઘડો જ થાય અને પટ ન જ થાય એ વાત કઈ રીતે કહી શકશો?
કાંટાની તિક્ષ્ણતા, મૃગ અને પક્ષીમાં વર્ણાદિકની વિચિત્રતા, આ બધું કોને કર્યું? અર્થાત્ સ્વભાવથી આ બધું બનેલ છે. (૬૦)
[તિ રમાવવા]
. अथ एकान्तनियतिरूपकारणतावादःજેમ એક ઘડો નવાગે ઉત્પન્ન થયો છે. તેમાં બીજા ઘડા કરતાં કાંઈક વિલક્ષણતા રહેલી છે. આ વિલક્ષણતા બીજ ઘડામાં અથવા પટાદિકમાં નથી. આવી વિલક્ષણતા નિયતિ નામના તત્ત્વાન્તરથી ઉત્પન્ન થયેલી છે, કારણ કે-બીજા કારણે તે દરેક ઘડા માટે સમાન છે. એનાથી કાંઈ આ વિલક્ષણતા આવી શકતી નથી, માટે નિયતિ નામનું તત્ત્વાન્તર માનવું જોઈએ. અને એનાથી આ વિલક્ષણતા થાય છે. આ આવી એકાન્ત નિયતિવાદીની માન્યતા છે તે જણાવે છે – नियतेनैव रूपेण, सर्व भावा भवन्ति यत् ।
ततो नियतिजा ह्येते, तत्स्वरूपानुवेधतः ॥ ६१ ॥ १७३ ॥ સકલ પદાર્થો નિયતાપે કરીને જ (સજાતીય અને વિજાતીયમાં નહીં દેખાતું એવું સ્વભાવને અનુસાર જે વિલક્ષણ સ્વરૂપ તેને કરીને જ) ઉત્પન્ન થાય છે. તેથી અને નિયતિથી પ્રાપ્ત થયેલ જે પ્રતિનિયત ધર્મ (અમુક અમુક વિલક્ષણ સ્વરૂ૫) તેના સંબંધથી સકલ પદાર્થો નિશ્ચ કરીને નિયતિથી ઉત્પન્ન થયેલા છે. (૬૧)