________________
૩૧
કારણવાદનું નિરુપણ—
कालादीनां च कर्तृत्वं मन्यन्तेऽन्ये प्रवादिनः ।
હેવાનાં તલુન્યે તુ, મિય: સામપેક્ષા ॥ પુર || ૧૬૪ મ જ્યારે એકાન્તવાદીઓ પૈકી કેટલાએક કેવળ કાળને અસાધારણ કારણપણું માને છે, અને તે પૈકીના જ કેટલાએક કેવળ સ્વભાવને, કેવળ નિયતિને, કેવળ કર્મને, અને કેવળ પ્રયતને અસાધારણ કારણપણું માને છે, ત્યારે અનેકાન્તવાદી જૈનો પરસ્પર સામગ્રીની અપેક્ષાએ એટલે પરસ્પર સાપેક્ષ એવા કાળાદિક જે પાંચ તેને અસાધારણ કારણપણું માને છે, કિન્તુ કેવળ એકેકને જ નહીં. ( પર ) એકાન્ત કાળવાદીની યુક્તિ—
न कालव्यतिरेकेण, गर्भबालशुभादिकम् ।
यत् किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ॥ ५३ ॥ १६५ ॥ ગર્ભનું બહાર આવવું, સોળ વષૅસુધીની ગણાતી ખાલ્યાવસ્થા, અને સુખ દુઃખ વગેરે કોઈ પણ વસ્તુ વિશ્વમાં કાળ સિવાય થઈ શક્તિ નથી, માટે કાલ એજ જગતનું અસાધારણ કારણ છે. ( ૫૩)
કાલની મહત્તા—
વ્યાજ: પતિ મૂતાનિ, રાહઃ સંરતિ પ્રજ્ઞાઃ |
વાણ: સુક્ષેપુ ખાતિ, જાજો હિ તુતિમઃ || ૧૪ ॥ ૧૬૬ ॥ કાળ–વસ્તુમાત્રને પરિપક્વ કરે છે ( અથાત્ પકાવે છે ). કાળ-પ્રજાનો એટલે ઉત્પત્તિશીલ વસ્તુમાત્રનો સંહાર કરે છે અર્થાત્ પ્રસ્તુત સ્વભાવથી અન્ય સ્વભાવમાં મૂકે છે. કાળ–અન્ય સૂતા હોય ત્યારે પણ જાગતો હોય છે [આનો અર્થ પ્રસ્તુત ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજના અભિપ્રાય પ્રમાણે ‘જ્ઞાપવમસ્મિક્ષત્તિ' એટલે આપત્તિથી રક્ષણ કરે છે. અને વાચકવર્ય શ્રીયશોવિજયજી મહારાજના અભિપ્રાય પ્રમાણે જ્ઞનિતાર્યેષુ વામિમતારળેવુ સલ્લુ' મીન કહેવાતા કાર્યો જ્યારે ઉઘતા હોય ( અર્થાત્ કાર્ય ન કરતા હોય) ત્યારે પણ કાળ તો જાગતો જ છે. અર્થાત્ પ્રસ્તુત કાર્યને કરે છે. ] કાળ-દુરતિક્રમ છે. એટલે અન્યથા કરવાને શક્ય નથી. અર્થાત્ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયમાં કાળ કારણ નથી એમ કોઈ પણ કહી શકે તેમ નથી. ( ૫૪ )