________________
૨૯
જેમ વૈદ્યકમાં સામાન્ય રીતે દાહમાત્રનો સ્પષ્ટ નિષેધ છે, તેમ મા હિંસ્થાત્ સર્વા મૂતાનિ” એ વેદવાક્યમાં હિંસામાત્રને દોષકારક માનેલી છે. તેથી તે નિષિદ્ધ છે. (૪૬)
આથી શું?—
ततो व्याधिनिवृत्यर्थ, दाहः कार्यस्तु चोदिते ।
न ततोऽपि न दोषः स्यात् फलोद्देशेन चोदनात् ॥ ४७ ॥ १५९ ॥ વ્યાધિની નિવૃત્તિને માટે કોઈ સ્થળમાં દાહ કરવો પડે, તો પણ ‘દાહમાત્ર તાપાદિકનું કારણ છે’ એ નિર્ણય હોવાથી, આ દાહ ફળના ઉદ્દેશથી કરાય છે, છતાં પણ સદોષ નથી એમ નહીં. અર્થાત્ દાહથી ભલે રોગની નિવૃત્તિ થાઓ, પરંતુ તાપાદિપ દોષતો એમાં રહેલ જ છે. ( ૪૭ )
આજ વાતને ઘટાવે છે—
एवं तत्फलभावेऽपि चोदनातोऽपि सर्वथा । ધ્રુવમૌસોજો રોષો, ગાયતે જીવોનાર્ ॥ ૨૮ ॥ ૧૬૦ ॥ જણાવેલા દાહની જેમ યજ્ઞમાં કરાતી હિંસાથી ભલે કદાચ વિભૂતિ વગેરે ફળનો સંભવ હોય તો પણ આ હિંસા અન્ય હિંસાની સમાન હોવાથી ઔત્સર્ગિક નિશ્ચે દોષરૂપ જ છે. અર્થાત્ “મા હિંચાત્ સર્વાં જૂતાનિ” એ વચનથી સૂચવેલ પાપલક્ષણ દોષરૂપ જ છે. કારણકે–આ હિંસા વિભૂતિ વગેરે ફળની અભિલાષાથી કરવામાં આવે છે. ‘જે જે હિંસા તૃષ્ણાદિકથી કરાતી ,હોય તે તે હિંસા અધર્મજનક છે' આવો નિયમ હોવાથી યજ્ઞમાં કરાતી હિંસા પણ વિભૂતિ આદિની તૃષ્ણાથી કરાય છે, માટે તે પણ અધર્મજનક છે. આ રીતે દૃષ્ટ એટલે આખાલગોપાલ પ્રસિદ્ધ કોઈ ને મારવામાં ધર્મ નથી એવો અનુભવ, અને ઇષ્ટ એટલે “મા હિઁયાત્” એ ઇષ્ટ વાક્યવડે કરીને વિરોધ આવતો હોવાથી યાજ્ઞિક અને મીમાંસકની હિંસા છે, તે વ્યાજખી નથી. અને તેથી કરીને તેને પ્રતિપાદન કરનાર આગમ તે આગમ જ નથી. (૪૮ )
[રૂતિ યાજ્ઞિક્ષ્મતત્રુજીનÇ ]