________________
ર૭
સકલ કર્મનો ક્ષય થવામાં પરતીર્થીએ (સંસાર મોચકાદિએ) માનેલ હેતુનું ખંડન કરવા માટે વિકલ્પદ્વારા કર્મક્ષયના હેતુને પૂછે છે–
हिंसाधुत्कर्षसाध्यो बा, तद्विपर्ययजोऽपि वा।
भन्यो तुरहेतुर्वा, स वै कर्मक्षयो ननु ॥ ४० ॥ १५२ ॥ શું ઉચ્ચકોટિની હિંસાદિકથી સકલ કર્મનો ક્ષય થાય છે? અથવા ઉચ્ચકોડિની અહિંસાદિકથી સકલ કર્મનો ક્ષય થાય છે? અથવા આ બે સિવાય કોઈ અન્ય હેતુથી સકલ કર્મનો ક્ષય થાય છે? કે અથવા તો શું એનો કોઈ હેતુ જ નથી? (૪૦) પ્રથમ વિકલ્પનું ખંડન– हिंसाधुत्कर्षसाध्यत्वे, तदभावे न तस्थितिः ।
कर्मक्षयास्थितौ च स्यान्मुक्तानां मुक्तताक्षतिः ॥ ४१ ॥ १५३ ॥ ઉચ્ચકોટિની હિંસાદિકથી સકલ કર્મનો ક્ષય માનવામાં આવે તો તે વસ્તુ અશક્ય છે, કારણ કે–સર્વ જીવોની હિંસા અશક્ય છે. આથી, હેતુ નહીં રહેવાથી સકલ કર્મનો ક્ષય નહીં થાય. અને સકલ કર્મનો ક્ષય નહીં થવાથી મોક્ષ મળી શકશે નહીં. (૪૧) દ્વિતીય વિકલ્પમાં દોષ–
तद्विपर्ययसाध्यत्वे, परसिद्धान्तसंस्थितिः । कर्मक्षयः सतां यस्मादहिंसादिप्रसाधनः ॥ ४२ ॥ १५४ ॥ ઉચ્ચકોટિની અહિંસાદિકથી કર્મનો ક્ષય થાય છે” એમ જ માનવામાં આવે તે પરસિદ્ધાંતમાં પ્રવેશ થઈ જશે. અર્થાત્ પરની માન્યતામાં દોરાવું પડશે, કારણકે–સપુરૂષોએ ઉચ્ચકોટિની અહિંસાદિકથી કર્મને ક્ષય માનેલ છે. (૪૨) તૃતીય અને ચતુર્થ વિકલ્પનું ખંડન– तदन्बहेतुसाध्यस्वे, तत्स्वरूपमसंस्थितम् ।
अहेतुत्वे सदा भावोऽभावो स्यात् सदैव हि ॥ ४३ ॥ १५५॥ .. ઉપર જણાવેલ બે હેતુ સિવાય ત્રીજો કોઈ જુદો જ હેતુ માનવામાં આવે તો તે વસ્તુ વ્યાજબી નથી. કારણ કે–ત્રીજા હેતુનું સ્વરૂપ જ અસિદ્ધ છે. અર્થાત્ સિદ્ધ થયેલ નથી.