________________
જવાબ-જીવનના પાપની આલોચના કર્યા સિવાય અવિરતિ ભાવે શસ્ત્રાદિકથી મરેલા પ્રાણીઓ ભવાંતરમાં પણ તેથી વિશેષ દુઃખમાં પડે છે. અને અહીંની વેદના કરતાં નરકાદિકની અધિક વેદનામાં તેને મૂકવામાં આવે છે, માટે જ ઉપકારને બદલે ઉલટો અપકાર થતો હોવાથી આ પ્રસ્તુત હિંસા ધર્મનું સાધન હોઈ શક્તિ નથી.
વળી સુખી જીવે વધારે જીવતા હશે તો વિહાર અને અન્નભક્ષણાદિદ્વારા અનેક વિધ જીવહિંસા અને અગમ્ય ગમનાદિક કરશે, અને તે દ્વારા તેઓ અનેક પાપ બાંધશે, અને જેના પરિણામે ભવાંતરમાં વિવિધ દુઃખના ભાગી થશે.
તેથી તેને બચાવવા માટે સુખી જીવોને પણ કેમ ન મારી નાખવા? કારણ કે તેમાં પણ તમારી માન્યતા પ્રમાણે ઉપકાર બુદ્ધિ જ છે. અને આ વાત જે યથાર્થ હોય તો બીજાનું હિત કરવા પહેલાં તમારા પોતાના જ કુટુમ્બના હિતની ખાતર તેને જ મારી નાખવા પ્રયાસ કેમ કરતા નથી?
ખરી હકીકત તો એ છે કે-દુઃખના કારણભૂત પાપકર્મનો વિનાશ જે રીતે થાય તે રીતે ધર્મોપદેશથી શુભક્રિયામાં પ્રેરણા કરવી જોઈએ કે જેથી તે વાસ્તવિક કરુણ-દયા ગણાય. આ વસ્તુનું પોષક વિશ્વમાં શ્રીજિનેન્દ્રદેવનું શાસન સર્વોત્તમ છે. (૩૮) મોક્ષ કઈ રીતે મળી શકે, તે વસ્તુ જણાવે છે –
मुक्तिः कर्मक्षयादेव, जायते नान्यतः क्वचित् ।
जन्मादिरहिता यत् तत् , स एवात्र निरूप्यते ॥ ३९ ॥ १५१ ॥ સલ કર્મના ક્ષયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તે સિવાય નહીં. અભયદાન અને સુપાત્રદાનાદિક ભલે કરવામાં આવે, છતાં પણ તેથી તરત જ સાક્ષાત મોક્ષ મળતું નથી; પણ સકલ કર્મને ક્ષય જ્યારે થાય ત્યારે જ મળે છે. કર્મના ક્ષયથી જ મોક્ષ કેમ મળે? એવી જીજ્ઞાસાવાળાને જવાબ આપે છે કે–મોક્ષ જે છે તે જન્મ જરા અને મરણદિકથી રહિત છે, અને દાનાદિકથી તે દેવલોકાદિકની પ્રાપ્તિ અને સદ્ગના ઉપદેશ શ્રવણાદિકનો લાભ થાય છે, માટે મુક્તિનું અસાધારણ કારણ તો કર્મનો ક્ષય જ છે. અને તેનું આ પ્રસ્તુત પ્રકરણમાં હવે નિરૂપણ કરાય છે. (૩૯)