________________
૨૫
अथ संसारमोचकमतखण्डनम् -
હવે સંસાર મોચકવાદી મતનું ખંડન જણાવે છે— संसारमोचकस्यापि, हिंसा यद् धर्मसाधनम् । मुक्तिश्वास्ति ततस्तस्याप्येष दोषोऽनिवारितः ॥ ३८ ॥ १५० ॥ કોઈપણ પ્રાણી દુ:ખી થતો હોય તો તેને મારી નાખવાથી તે દુઃખથી મુક્ત થાય છે. આ રીતે દુઃખથી મુક્ત કરવાને માટે જે હિંસા કરવી તે ધર્મનું સાધન છે. અને આવા ધર્મના પરમ સાધનથી મોક્ષ મળી શકે છે.
આવી માન્યતાવાળા સંસાર મોચકમતની મંતવ્યતા વ્યાજબી નથી. કારણ કે—તેમાં પણ તાન્ત્રિકમતની જેમ દèષ્ટથી વિરોધરૂપ દોષ ઉભો જ છે. અર્થાત્ સકલ દુઃખી જીવોની હિંસા કરવામાં આવે તો જ તે હિંસા ધર્મનું પરમ સાધન થઈ શકે, પરંતુ તે અશક્ય છે માટે પરમ ધર્મનું સાધન ન રહ્યું, તેથી પરમ સાધનના અભાવે મુક્તિ નિહંતુક થઈ જશે. અને નિર્દેતુક વસ્તુ એકાન્ત સત્ કે એકાન્ત અસત્ હોય છે. આથી મોક્ષ જે છે તે કાયમ જરહેશે. અર્થાત્ નવો કોઈ જાવ મોક્ષે જઈ શકશે નહીં. અથવા તો મોક્ષ નામની વસ્તુ જ ઉડી જશે. આ રીતે ઈષ્ટ જે હિંસા તેનાથી મુક્તિનો વિરોધ આવે છે, માટે ઇષ્ટ વિરોધ છે.
વળી આમાલગોપાલને પૂછો કે-દુઃખીને મારી નાખવાથી ધર્મ થાય ? ત્યારે તે કહેશે કે ગમે તેવો દુઃખી માનવ હોય, પણ તેને મરવું સારું લાગતું નથી. અને તેને જો મારી નાખવામાં આવે તો કદી ધર્મ હોઈ શકે જ નહીં.
આ રીતે દૃષ્ટવડે-અનુભવ વડે વિરોધ આવે છે. આમ દૃષ્ટ અને ઈષ્ટ વડે વિરોધ હોવાથી આ સંસાર મોચક મત વ્યાજબી નથી. કદાચ વાદી એમ કહે કે—
જીવને કોઈ પણ લાલસાથી મારવામાં આવે તો તે ધર્મસાધન નથી, છતાં જેમ કુશલવૈદ્ય વ્યાધિ મટાડવા માટે દાંભ વગેરે દે છે, તો તે ઉપકાર બુદ્ધિથી કરાતા હોવાથી જેમ ધર્મનું સાધન છે, તેમ દુઃખી જીવોને દુઃખથી મુક્ત કરવાની ભાવનાએ મારી નાખવામાં આવે, તો તે શુભ ભાવનાથી કરાતી હિંસા ધર્મનું સાધન કેમ ન હોઇ શકે ?