________________
- જ્યાં સુધી પરમમાધ્યચ્ચ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમાનતાથી ગમ્ય અને અગમ્યમાં જે પ્રવૃત્તિ તે માધ્યશ્યવાળી હોવાથી સારી છે, કારણકે-આ માધ્યદ્વારા પરમાધ્યસ્થ પ્રાપ્ત થઈ શકશે. (૩૫) તાન્ત્રિકને જવાબ
नाप्रवृत्तेरियं हेतुः, कुतश्चिदनिवर्तनात् । सर्वत्र भावाविच्छेदादन्यथाऽगम्यसंस्थितिः ॥ ३६ ॥ १४८॥ અપ્રવૃત્તિથી પરમાણ્ય પ્રાપ્ત થાય છે, એ વાત પૂર્વે જણાવી છે. આ અપ્રવૃત્તિનો હેતુ ઉપર જણાવેલી પ્રવૃત્તિ હોઈ શક્તિ નથી. કારણકે-આની અંદર કોઈપણ વિષયમાં નિવૃત્તિનો પ્રયત્ન નથી. ઉલટું દરેક સ્થળમાં (સર્વભોગ્ય વિષયમાં) કામવાસનાનો વિચ્છેદનથી. અર્થાત્ કામવાસનાનું સામ્રાજ્ય છે. કદાચ એમ કહેવામાં આવે કે-અમુક સ્થળમાં કામવાસનાની નિવૃત્તિ માની લઈશું. તો એના જવાબમાં જણાવવાનું કે આ રીતે માનવામાં તમોએ અગમ્ય વસ્તુ માની, માટે તેની વ્યવસ્થા જણાવવી પડશે. (૩૬) અગમ્ય વ્યવસ્થા અને પરમાધ્યસ્થ– तथास्तु लोक-शास्त्रोक्तं, तन्त्रोदासीन्ययोगतः ।
सम्भाव्यते परं ह्येतद्, भावशुद्धेर्महात्मनः ॥ ३७॥ १४९ ॥ તે અગમ્ય વસ્તુ લોકમાં અને શાસ્ત્રમાં અગમ્યરૂપે બતાવેલ ભગિન્યાદિ સમજવાં, પરંતુ પોતાની મતિકલ્પનાથી કલ્પેલ નહીં.
તે અગમ્ય ભગિન્યાદિકમાં રાગ-દ્વેષ રહિત ભાવે અપ્રવૃત્તિથી દઢ પ્રતિ, સાવાળા મહાપુરુષને ભાવની શુદ્ધિથી પરમાધ્યસ્થ સંભવે છે. અર્થાત દેશવિરતિવંત જીવને અનિકાચિત એવા ચારિત્ર મેહનીયન શીવ્ર ક્ષય થવાથી એકાન્ત વિહિતાનુષ્ઠાનની સમ્પત્તિ દ્વારા ઉચ પ્રકારનું માધ્યસ્થ સંભવે છે. આ રીતે વર્ણવેલા જ પરમમાધ્યસ્થથી મોક્ષ મળે છે. (૩૭)
[ Bતિ મકરરાવામિલાખ્યાન]