________________
સમાધાન-સિદ્ધ થાય, પરંતુ તે સર્વાનું વચન આગમથી ભિન્ન નથી, અર્થાત્ આગમમાં જ તેનો સમાવેશ થાય છે. (૨૫)
શુભ કર્મથી જ જે સુખ થતું હોત તે પાપ કરનાર જીવોમાં સુખની પ્રાપ્તિ કેમ હોઈ શકે? એના જવાબમાં જણાવે છે–
अशुभादप्यनुष्ठानात् , सौख्यप्राप्तिश्च या क्वचित् । પી રિપવિવિલા, સા તથા વિધવાર ૨૬ મે ૧૨૮ ચોરી વગેરેથી અને યુદ્ધદેવતાને ઉદ્દેશીને કરાતી હિંસાદિકથી કોઈ સ્થળમાં સુખની પ્રાપ્તિ જે દેખાય છે તે પૂર્વે કરેલા પાપાનુબધિ પુણ્યનું જ ફળ છે, પરંતુ ભવિષ્યમાં તેનાથી ભયંકર દુઃખ ભોગવવું પડે છે. (૨૬) આ જ વતની પુષ્ટિ દષ્ટાંત દ્વારા જણાવે છે– ब्रह्महत्यानिदेशानुष्ठानाद् ग्रामादिलाभवत् ।
न पुनस्तत एवेतदागमादेव गम्यते ॥ २७ ॥ १३९ ॥ કોઈ રાજાએ કહ્યું કે તું બ્રાહ્મણને મારી નાખ તો હું તને ગામ આપીશ” આ સાંભળી સામી વ્યક્તિએ બ્રહ્મહત્યા કરી અર્થાત બ્રાહ્મણને મારી નાખ્યો. અને રાજાએ તેને ગામ આપ્યું. અહીં મારનારને ગામનો જે લાભ થયો તે બ્રાહ્મણને હણવાથી નહીં, પરંતુ પૂર્વે કરેલા પાપાનુબન્ધિ પુણ્યથી થયેલ છે. બ્રાહ્મણની હિંસા તો કેવલ નિમિત્ત માત્ર છે. આ વસ્તુ આગમથી જ સમજી શકાય છે, કારણ કે-ના હિંયા સર્વા મૂતાનિ' ઈત્યાદિ આગમ “પ્રાણી માત્રની હિંસાનો જ્યાં નિષેધ કરે છે. તે હિંસાથી ગામના લાભને કઈ રીતે કહી શકે ? અર્થાત્ ન જ કહી શકે. (૨૭)
આગમ પણ પ્રતિપક્ષી આગમથી બાધિત છે, એવું જે વાદીનું કથન તે વ્યાજબી નથી એમ જણાવે છે–
प्रतिपक्षागमानां च, दृष्टेष्टाभ्यां विरोधतः ।
तथाऽनाप्तप्रणीतस्वादागमत्वं न युज्यते ॥ २८ ॥ १४० ॥ વિરોધી આગમનું (પ્રસ્તુત અર્થના બાધક અજૈન આગમમાં) આગમ પણું ઘટી શકતું નથી; કારણ કે-તેમાં દષ્ટ અને ઇષ્ટથી વિરોધ છે. અને તે અનાસ પુરુષથી પ્રણીત છે. (૨૮)