________________
૧૫
ગુણથી સંપન્ન જે ગુસ્પરંપરા તે પ સુવૃદ્ધ સંપ્રદાય દ્વારા આગમનું એકપણું સમજવાનું છે. વળી કદાચ કોઈ એમ કહે કે-અમારી વૃદ્ધ પરંપરા તેજ સુવૃદ્ધ સંપ્રદાય છે, તે તેના જવાબમાં જણાવે છે કે-સમ્યક્ત્વના પ્રતિબંધક જે કર્મ તેના ક્ષયોપશમથી એટલે શુદ્ધ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણથી સુવૃદ્ધ સમ્પ્રદાય દ્વારા આગમનું એકત્વ સમજવું. અર્થાત્ જેને મિથ્યાભાવ નથી એવી જે ગુરુપરંપરા તે સુવૃદ્ધ સંપ્રદાય કહેવાય, અને તેનાથી આગમનું એકપણું સમજવું. (૫) ઉપર જણાવેલ યુક્તિયુક્ત વાતને પણ જે ન માને, તેને દોષ બતાવે છે.
अन्यथा वस्तुतत्त्वस्य, परीक्षैव न युज्यते। .
ગારા#ા સર્વ યમરાWોપાય છે ૧૧૮ ઉપર જણાવ્યા પ્રમાણે જે માનવામાં ન આવે તો આ વસ્તુ અમુક રીતે માનીએ તો સત–સાચી છે, અને અન્યરીતે વિચારવામાં આવે તો તે અસત્ છે. આ રીતે વસ્તુતત્ત્વની સદસદ્ વિચારણારૂપ જે પરીક્ષા તે કોઈ રીતે ઘટી શકશે નહીં, કારણ કે-છદ્મસ્થજીવને અસત્ આગ્રહથી સર્વવસ્તુમાં શંકા સંભવે છે. (૬) - કદાચ એમ કહેવામાં આવે કે ભલે પરીક્ષા ન થાઓ, અપરીક્ષા જ રહો ? એના જવાબમાં જણાવે છે કે–
अपरीक्षापि नो युक्ता, गुणदोषाविवेकतः ।
महत् सङ्कटमायातमाशङ्के न्यायवादिनः ॥ ७ ॥ ११९ ॥ [હે વાદી!–] તારી જણાવેલી અપરીક્ષા પણ ઘટી શકે તેમ નથી કારણ કે-અપરીક્ષામાં ગુણ છે અને પરીક્ષામાં દોષ છે એ વાત તું નિશ્ચિત કરી શકતો હો, તે અપરીક્ષા તારી વ્યાજબી ગણાય, પરંતુ તે નિશ્ચિત કરી શકે તેમ નથી; કારણ કેતારી જ વાતમાં એવી પણ શંકા થઈ શકે છે કે-પરીક્ષા ગુણવાળી અને અપરીક્ષા દોષવાળી કેમ ન હોય ? ખરેખર નિષ્કપ પ્રવૃત્તિનું પ્રયોજક જે ગુણ અને નિષ્કપ નિવૃત્તિનો પ્રયોજક જે દોષ, તેનો અનિશ્ચય થવાથી તારે તો મોટું સંકટ આવ્યું કે–પરીક્ષા કે અપરીક્ષા એ બેમાંથી એક પણ તું કહી શકે તેમ નથી. આમાંથી બચવાને માટે આગમ એજ તારા માટે શરણ છે. (૭)