________________
૧૭
અને આગમનું શરણું લેતો નથી ? અર્થાત્ પ્રાંતે સ્વભાવ અને આગમ એ બન્ને સૌ કોઈને પ્રમાણ૫ માનવાં પડે છે. આથી એ ફલિત થાય છે કે –
સ્વભાવથી પુણ્ય-પાપના બંધનનો વ્યવસ્થિત નિયમ થઈ શકે છે. (૧૧) વાદીની શંકા–
प्रतिपक्षस्वभावेन, प्रतिपक्षागमेन च । बाधितत्वात् कथं ह्येतो, शरणं युक्तिवादिनाम् ? ॥ १२ ॥ १२४ ॥ સ્વભાવની સામે પ્રતિપક્ષી (વિરોધી) સ્વભાવ અને આગમની સામે પ્રતિપક્ષી આગમ હોવાથી, બાધિત થયેલા એવા સ્વભાવ અને આગામ, યુક્તિવાદિઓને કઈ રીતે શરણરૂપ હોઈ શકે? (૧૨) ઉક્ત શંકાનો જવાબ–
प्रतीत्या बाधते यो यत्, स्वभावो न स युज्यते।
वस्तुनः कल्प्यमानोऽपि, वह्नयादेः शीततादिवत् ॥ १३ ॥ १२५ ॥ વસ્તુને કલ્પના કરાતો જે સ્વભાવ, તે જે અનુભવ અને પ્રમાણથી બાધિત હોય, તો તે સ્વભાવ વ્યાજબી નથી. જેમ વહિં વગેરેને શીતતાદિ સ્વભાવ, અર્થાત્ જે સ્વભાવ અનુભવ કે પ્રમાણથી બાધિત ન હોય તે માન્ય રાખી શકાય છે, નહીં કે કલ્પના માત્રથી કલ્પેલ. (૧૩) પ્રશ્નોત્તરરૂપે વાદીની શંકા– वढेः शीतत्वमस्त्येव, तत्कार्य किं न दृश्यते ? ।
દફતે હું હિંસા, મિર્ચ માવતર ૧ ૧૨ દ જેમ મૃગતૃષ્ણિકામાં-ઝાંઝવામાં જળની ભ્રાંતિ થાય છે અને અન્યજળમાં જળની ભ્રાંતિ થતી નથી, એ વસ્તુ જેમ સ્વભાવથી છે તેમ વહિને શીતપણું પણ સ્વાભાવિક છે.
પ્રશ્ન-વહિનો જે શીતળતા સ્વભાવ છે તે શિતળતાનું કાર્ય રોમાંચાદિ કેમ દશ્યમાન થતા નથી ?
જવાબ-હિમની નજીકમાં વહિના શીતળ સ્વભાવથી રોમાંચાદિ દેખાય છે.
પ્રશ્ન-આમ શાથી? અર્થાત હિમની પાસે વહિ હોય તે શીતકાર્ય કરે છે, અન્યથા નહીં એમ શાથી?