Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 10
________________ [૯ પૂજ્યપાદ શ્રીજીનાં પ્રવચનને જે કઈ મધ્યસ્થભાવે જિજ્ઞાસાપૂર્વક સાંભળે છે તેઓ ખરા હૃદયપૂર્વક એવું બોલતા સંભળાય છે કે- પૂજ્યશ્રીએ અમને તદ્દન નવી જ દષ્ટિ આપી છે. તેઓશ્રીએ અમારા હૃદયનાં દ્વાર ખોલી નાખ્યાં છે, અમારા જીવનને ધન્ય બનાવ્યું છે, અમને જીવનની સાચી દિશા બતાવી છે.” આમ કહીને તેઓ પિતાનાં મસ્તક પૂજ્યશ્રીના ચરણેમાં આદરપૂર્વક ઝુકાવે છે. આ ગ્રંથમાં પૂજ્યશ્રીના “સમ્યગદશન ને અવલંબીને પ્રગટ થયેલાં ઉપલબ્ધ સઘળા પ્રવચનેને સંકલિત કરી પ્રગટ કરવાને પ્રયાસ કરવામાં આવ્યું છે. વર્ષો પૂર્વે પૂજ્યશ્રીના સમ્યગુદર્શનને અવલંબીને થયેલાં કેટલાંક પ્રવચનેનું સંકલન કરીને “સમ્યગ્ગદર્શનનું પ્રકટીકરણ” એ નામે એક પુસ્તિકા જૈન પ્રવચન કાર્યાલય તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. તેની બધી જ નકલો થેડા વખતમાં ખપી ગઈ અને તે પછી પણ એની માંગ ચાલુ જ હતી. પ્રસ્તુત ગ્રંથમાં એ પુસ્તિકાના વિષયને પણ સમાવેશ કરી લેવામાં આવ્યું છે. અંતમાં, આ અમૂલ્ય ગ્રંથરત્નનું શાંતિથી વાચન કરી, તેના પદાર્થોનું શાંત ચિત્તે અવગાહન કરી સૌ કોઈ આત્મા પિતાના નિર્મળ સમ્યગદર્શન ગુણને પ્રગટ કરે અને પ્રગટ થયેલા ગુણને નિર્મળ બનાવી અલ્પકાળમાં પરમપદને પ્રાપ્ત કરે, એજ એકની એક સદા માટેની શુભાભિલાષા. પૂ. મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજને વિનેય મુનિ કીતિયશવિજય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 540