________________
સંસ્કૃત સાહિત્યમાં ગીત
વિજય પંડ્યા ગીતનો ઉદ્દભવ ક્યાંથી થયો હશે ? ઉત્તર સ્પષ્ટ છે. જેમ અનેક બાબતોનું ઉદ્ગમસ્થાન વેદ અને ખાસ કરીને તો ઋગ્વદ છે. તેમ ગીતનું પગેરું પણ ઋગ્વદમાંથી મળે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રની બહુ જાણીતી કારિકા છે જે નાટકની ઉત્પત્તિને સમજાવે છે. નાટકની ઉત્પત્તિને પૌરાણિક ઢબે નિરૂપતાં કારિકા કહે છે.
जग्राह पाठ्यमृग्वेदात् सामभ्यो गीतमेव च ।
यजुर्वेदादभिनयान् रसानार्थवणादपि ॥१-१८॥ આ કારિકાનું બીજુ ચરણ મહત્ત્વનું છે. સામવેદમાંથી ગીતનું તત્ત્વ લીધું. સામવેદનું “ગીત” શું છે ? સામવેદમાં મોટા ભાગની સ્થાઓ ઋવેદની જ છે, પણ અંતે જ્યારે “ગાન'નું સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે તે સામવેદ બને છે. એટલે, છેવટે તો ઋગ્વદ ગીત માટે ઉદ્ગમસ્થાન થયું. હર્ટેલ જેવા વિદ્વાનનો તો એ મત જ હતો કે વૈદિક સૂક્તો હંમેશાં ગાવામાં આવતાં એટલે સંસ્કૃત સાહિત્યમાંના ગીતનું મૂળ વેદમાં જોઈ શકાય.
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય (Classical Sanskrit Literature)ના સંદર્ભમાં ગીતના સ્વરૂપનો વિચાર કરતાં એવું જણાય છે કે, ગીત શબ્દને આપણે બહુ વ્યાપક અર્થમાં લેવો પડે. નૈ- Tીતમગાયેલું. જે કંઈ ગાયેલું કે ગવાયેલું હોય તે ગીત. એટલે ગીત છંદોબદ્ધ તો હોય, પણ અક્ષરમેળ છંદોમાં બંધાયેલું હોય અથવા તો માત્રામેળ છંદોમાં પણ વહેતું હોય.
આ છંદો સિવાયની લયબદ્ધતામાં પણ ઢળેલું હોય. વળી સંસ્કૃતમાં તો હોય, પણ પ્રાકૃતઅપભ્રંશમાં પણ હોય, વિશેષ હોય કારણ કે પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓમાં સ્વરોનું પ્રાધાન્ય વિશેષ હોવાથી ગીતના સ્વરૂપ માટે એ વધુ અનુકૂળ હોય.
સર્વવિદ્યા પ્રતિષ્ઠા' રૂપે વેદને, ઋગ્વદને માની લીધા પછી જો આપણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય વિશે વાત કરતા હોઈએ તો, કાલિદાસને અચૂક યાદ કરવા પડે. કાલિદાસે પોતાનામાં અનેક, સ્પષ્ટ અને અસ્પષ્ટ, પ્રવાહી અને લુપ્ત અથવા લગભગ લુપ્ત પરંપરાના સંકેતો સમાવ્યા છે અને તે રીતે ગીતની બાબતમાં પણ સૌથી વધુ મહત્ત્વના સંકેતો તેમજ સામગ્રી કાલિદાસનાં નાટકોમાંથી મળી આવે તેમ છે.