________________
145
Vol. XXXII, 2009
ગુજરાતનાં ભૂમિજ દેવાલયો–એક વિવેચના મૈત્રક, અનુમૈત્રક અને સોલંકીકાલીન દેવપ્રાસાદોના ઉલ્લેખ સાહિત્ય અને અભિલેખોમાં આવતા હોય છે. તમામની વિગતો અપ્રસ્તુત છે. આથી તત્કાલીન ગ્રંથ સમરાંગણસૂત્રધાર અને અપરાજીતપૃચ્છાની સંક્ષિપ્ત ભૂમિજ મંદિરો અંગેની વિગતો પ્રસ્તુત કરી છે. તત્કાલે ગુજરાત, રાજસ્થાન અને માળવાના અરસપરસ સંબંધોથી વિકસેલું સાંસ્કૃતિક એકમ હતું. સાંસ્કૃતિક એકમને લીધે કલાના વિકાસમાં સમરૂપતા અને વિસંવાદિતા પણ દૃષ્ટિગોચર થાય છે.”
રેખાન્વિત શિખરવાળી નાગરશૈલીનો સંબંધ આપણાં ભૂમિજ મંદિરો સાથે છે. એડમ હાર્ડીના જણાવ્યા અનુસાર તો ભૂમિજ એ નાગર શૈલીના મંદિરનો પાછલા સમયનો એક મિશ્ર પ્રકાર છે. વધુમાં લતીન શિખરમાંથી ભૂમિજ સ્વરૂપ અને આ સ્વરૂપ ધીમેધીમે સમય જતાં વધુ વિકસિત સ્વરૂપે દેખાય છે. ટૂંકમાં ભૂમિજ એકાએક તૈયાર થયેલ સ્વરૂપ (form) કે શૈલી (style)નથી. પણ નાગર શૈલીમાંથી ક્રમિક પરીવર્તિત થઈ રૂપાંતર પામેલું સ્વરૂપ છે અને એ ધીરેધીરે વિકાસ પામી પૂર્ણ થયેલું છે.૧૧
ઉત્તર ભારતમાં નાગરશૈલીના મુખ્યત્વે લતીન, શિખરી અને ભૂમિ પ્રકાર છે. જેમાંથી લતીન અને શિખરી સ્વરૂપની ચર્ચા અત્રે અસ્થાને છે. લતીન શિખર સૌથી પ્રાચીન ગણાય છે. સમરાંગણસૂત્રધાર અને અપરાજીતપૃચ્છામાંથી ભૂમિજ પ્રાસાદની વિગતો મળે છે. પ્રથમ ગ્રંથ માળવી હોઈ, માળવાના રાજા ભોજદેવના નામે ચડેલો છે જેનો રચનાકાળ ઈ.સ. ૧૦૧૮ થી ૧૦૬૦ માનવામાં આવે છે. બીજું પુસ્તક ગુજરાતમાં રચાયેલું છે, જે ૧૨મી શતાબ્દીનું મનાય છે. સોલંકીકાલીન દેવાલયોમાં પદવિન્યાસ આ બે ગ્રંથો અનુસારના છે. અપરાજીતપૃચ્છાના ૧૮૭, ૧૫-૨૬માં ત્રિકુમંડપનાં સૂત્ર છે. એ પ્રમાણે બાર પ્રકારોમાં મુખમંડપનો સમાવેશ થાય છે. મુખમંડપ મૂળે તો ગર્ભગૃહ કે મંડપ આગળની ચોકી છે જેને પ્રવેશચોકી કહેવામાં આવે છે. ત્રિકમમંડપની ત્રણ બાજુ ચોકી પ્રવેશ માટે છે.
ગર્ભગૃહના મંડોવર ઉપર શિખર રચના હોય છે. ભૂમિજ પ્રકારમાં વિસ્તૃત કરવા માટે ફરીફરીને ફૂટસ્તંભ - સાંકળ રચના નીચે તરફ જાલિકાનકાશી સહ ઉતરતા ઉતરતા ક્રમે મોટા ખત્તક સુધી કંડારવામાં આવે છે. જેને લીધે આગલા ભાગે કોઈ શૃંગ(દરી)નો મંડોવરે ઉગમ દેખાય છે. સંક્ષિપ્તમાં મૂળ ધરી આસપાસથી ઉગમ પામતા ભિત્તિદેરીના એક પછી એક ઈંગ રૂપાંકનો કૂટસ્તંભની સાંકળ વધારતા વિકાસનું સાતત્ય બતાવે છે.
શિખર માટે સમરાંગણસૂત્રધારે વિશદ ચર્ચા કરી છે જે અંતર્ગત મધ્યશિખર(મૂલજરી)ની ચારે તરફ ઉર:શંગ કે ઉરોમંજરી, કર્ણશંગ અને આ અંગવિન્યાસો પર આમલક કે કલશ રચના કરવા જણાવેલ છે. આ પરિપાટીએ અપરાજીતપૃચ્છાએ માહિતી આપેલ છે. જેમાં વધુમાં એમાં વેણુકોશની રેખાઓ અને એ દ્વારા રચાતી નમણોની માહિતી મળે છે. આમ શિખરશૈલીની બારીકીઓની વિગતો મળે છે.
ભૂમિજ પ્રાસાદોના અભ્યાસથી સમજાય છે કે શિખર સલમાન અને રેખાઓ લીધે ઉપલા અંડકોની રચના થયેલી છે જેની સંખ્યા ભિન્ન છે, જે ૧-૫-૯-૧૩ જેમ ક્રમે ક્રમે વધે છે. ભૂમિજ પ્રાસાદોના રચનાનો ગાળો ૧૦મી શતાબ્દી અને પછીના સમયનો છે. અદ્યાપિ પર્યત ભૂમિજ દેવાલયોની મૂળ ભૂમિ