Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 176
________________ 170 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI ઈસ્લામધર્મ અને પછી આ બધા વિષયો સાથે વિજ્ઞાન, કલા અને સ્થાપત્ય પણ જોડાય છે. આમ આપણા દેશની વિદ્યાનું ખૂબ જ ઊંડાણપૂર્વક અધ્યયન કરી યુરોપિય વિદ્વાનોએ પ્રકાશન છે. યુરોપના વિદ્વાનોઃ પૂર્વે જણાવ્યું તે મુજબ વિલ્યમ જોન્સ (૧૭૪૯-૧૭૯૪)માં ભારતીય વિદ્યાનો અભ્યાસસંશોધનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ સમગ્ર યુરોપમાં ભારતીય વિદ્યાઓ ભણવા વિશેની રૂચી ઉત્તરોત્તર વધતી ગઈ છે જે આજે પણ જીવંત છે. કુલ પ૬ થી પણ વધુ મોટા ગજાના વિદ્વાનોએ ઘણું બધું કામ કર્યું છે. તેમના કામોની સૂચિ તૈયાર કરવામાં આવે તો એક મોટો ગ્રંથ તૈયાર થાય. તેમાના કેટલાંકના નામ અહીં ઉલ્લેખનીય છે. (૧) જહોન્સ હર્ટલ (૧૮૭૨-૧૯૫૫), (૨) મેક્સ મૂલર (૧૮૨૩-૧૯૦૦), (૩) વિલ્હેમ જીગર (૧૮૫૬-૧૯૪૩), રીચાર્ડ પિશલ (૧૮૪૯૧૯૦૮), મોરિસ વિન્ટરનિ– (૧૮૬૩-૧૯૩૭), ઓટોવોન બોઈથલિંગ (૧૮૧૫-૧૯૦૪), હર્મન યાકોબી (૧૮૫૦ -૧૯૩૫), શુબિંગ વોલ્ટર (૧૮૮૧-૧૯૬૯), લુડવીંગ આલ્સડોર્ફ (૧૯૦૪-૧૯૭૮), બ્રુન, બોલી, તેમજ વેવર, ગોલ્ડમિસ્ટર, તથા બંસીધર ભટ્ટ, ચંદ્રભાણ ત્રિપાઠી, આદિ ભારતીય વિદ્વાનો છે જેમણે ભારતીય વિદ્યા અને વિશેષ રૂપે જૈન ધર્મ ઉપર ખૂબ જ ગંભીર અધ્યયન કર્યું છે. અહીં આપણે હર્મન યાકોબી, શૂબ્રિગ અને આશ્ડ્રોફના જીવન અને કાર્ય અંગે સંક્ષિપ્ત પરિચય કરીશું. હર્મન યાકોબી તેઓ જર્મન વિદ્વાન હતા, જેમણે ભારતીય ધર્મના વિવિધ પાસાઓ ઉપર કામ કર્યું છે. તેમનું મુખ્ય કામ જૈન ધર્મ ઉપર છે. હર્મન જયોર્જ યાકોબી ૩.૨.૧૮૫૦માં કોઈલ-કોલોન (Koeln) જર્મનીમાં જન્મ્યા હતા. તેઓએ હાઈસ્કૂલનો અભ્યાસ પોતાના ગામમાં કર્યો હતો અને ત્યારબાદ બર્લીન ગયા. ત્યાં તેમણે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાં જ તેમણે પ્રો. વેબર અને પ્રો. ગોલ્ડમીસ્ટર પાસે સંસ્કૃત ભાષા અને તુલનાત્મક ભાષા શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. તેમણે ૧૮૭૨માં ‘on the origins of Indian Astrology's Term Hora' એ વિષય ઉપર સંશોધનાત્મક શોધ-નિબંધ લખી બર્લિન યુનિ.માંથી Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાંથી તેઓ એક વર્ષ માટે લંડન ગયા અને પછી ૧૮૭૩-૭૪માં તેઓ જયોર્જ બૂહલરની સાથે ભારતની મુલાકાતે આવ્યા. આ મુલાકાતે તેમના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો. તેઓ રાજસ્થાન ગયા જયાં તેમણે અનેક હસ્તપ્રત ભંડારોની મુલાકાત લીધી અને જૈન મુનિઓના પરિચયમાં આવ્યા. અનેક હસ્તપ્રતો પણ ભેગી કરી. ભારતથી જર્મની પાછા ફર્યા બાદ તેમને ૧૮૭૫માં પ્રોફેસરની પદવી મળી. તેમણે યુસ્ટર યુનિ.માં અને Kiel માં પ્રોફેસર પદ ઉપર સેવાઓ આપ્યા બાદ ૧૮૮૯માં કોયલ પાછા ફર્યા. ૧૯૧૩-૧૪માં તેઓ પુનઃ ભારત આવ્યા. ૧૯૨૨માં નિવૃત્ત થયા. ૧૯-૧૦-૧૯૩૭માં અવસાન પામ્યા. તેઓ ભારતીય વિદ્યાના પ્રકાંડ વિદ્વાન વેબરના શિષ્ય હતા.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190