Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 181
________________ 175 Vol. XXXII, 2009 જર્મન વિદ્વત ત્રિપુટી પ્રો. આશ્ડ્રોફ ઃ (૧૯૦૪-૧૯૭૮) આલ્સડ્રોફનો જન્મ ૧૯૦૪માં જર્મનીના હિનલેન્ડ (Rhineland) માં થયો હતો. તેઓએ હાઈડલબર્ગ અને હેમ્બર્ગની યુનિ.માં ભારતીય સંસ્કૃતિ, તુલનાત્મક ભાષાવિજ્ઞાન, પર્શિયન ભાષા અને અરેબિક ભાષાનો અભ્યાસ કર્યો હતો. તેમણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ હેઈનરીચ ઝીર અને વોલ્ટર શૂબિંગ પાસે કર્યો. આ બન્ને વિદ્વાનો પાશ્ચાત્ય જગતમાં જૈનવિદ્યાના પ્રકાંડ વિદ્વાનો તરીકે નામના પામ્યા હતા. તેમણે જ તેમને જૈન વિદ્યાના અભ્યાસ માટે પ્રેર્યા. આલ્સડ્રોફને અપભ્રંશ ભાષામાં રચાયેલ કુમારપાલ પ્રતિબોધ ઉપર હેમ્બર્ગ યુનિ. દ્વારા Ph.D ની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ તેમણે બર્લિનમાં ભૂંડર્સના હાથ નીચે કામ કર્યું, ત્યાં તેમણે હર્મન યાકોબીની પ્રેરણાથી હરિવંશ પુરાણ (પ્રકાશન - ૧૯૩૬)ઉપર કામ કર્યું. તેમણે ૧૯૩૦-૩૨માં અલ્હાબાદ યુનિ.માં જર્મન ભાષા અને ફ્રેંચ ભાષાના લેકચરર (પ્રાધ્યાપક) તરીકે સેવાઓ આપી. આ સમય દરમ્યાન તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને અનેક વિદ્વાન જૈન મુનિઓના સંપર્કમાં આવ્યા, તેમાં વિશેષે કરી આચાર્ય વિજય ઈન્દ્રસૂરિ, મુનિ વિદ્યાવિજય અને જયન્તવિજય મુખ્ય હતા. ૧૯૩૫-૩૮માં તેઓ બર્લિનમાં ભારતીય સંસ્કૃતિના રીડર તરીકે નિમણૂક પામ્યા અને ત્યારબાદ તેમણે સ્પેન્સરમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. ૧૯૫૦માં તેઓ હેમ્બર્ગ યુનિ.માં ભારતીય સંસ્કૃતિ શાખાના વડા તરીકે નિમણૂંક પામ્યા. આ જગ્યાએ જ તેમના ગુરુ શૂબિંગ પણ ભણાવતા હતા. આમ તેઓ તેમના ગુરુના સાચા અર્થમાં ઉત્તરાધિકારી બન્યા. તેમણે જર્મન ભાષામાં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર અનેક લેખો લખ્યા. ઉપરાંત તેમણે અપભ્રંશ સ્ટડીઝ (૧૯૩૭) તથા ઈન્ડિયન સબકોન્ટીનેન્ટ - ભારત, પાકિસ્તાન, સિલોન (૧૯૫૫), Contribution to the History of vegetariaism and cow-worship in India (1961), Asoka's separate edicts of Dhagli and Jaugada(1962), આદિ લેખો લખ્યા. સને ૧૯૫૧ થી ૧૯૫૯ના સમયગાળા દરમ્યાન તેમણે હેનરીચ ભૂંડર્સના અપ્રકાશિત લેખોનું સંપાદન કર્યું અને તે વરૂણ નામે પ્રકાશિત થયું. તેમની ૭૦મી વર્ષગાંઠે ગ્લાઝનેપ ફાઉન્ડેશનના ઉપક્રમે તેમના લેખો, પ્રવચનો અને સંશોધનોનું પ્રકાશન કરવામાં આવ્યું. તેમણે પાલિ ડિક્ષનરીની યોજનાના મુખ્ય સંપાદક તરીકે પણ સેવા આપી હતી. તેમણે જીવનના પાછલા વર્ષોમાં જૈન આગમની ટીકાઓ પર કામનો પ્રારંભ કર્યો હતો. 241 Guzid HD Academy of sciences and literature of Mayence, Royal Danish Academy of Sciences and letters જેવી અનેક સંસ્થાઓમાં સક્રિય કાર્યકર હતા. આમ તેમણે જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિની આજીવન સેવા કરી અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા હતા. D D D

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190