________________
જર્મન વિદ્ધતુ ત્રિપુટી (હર્મન યાકોબી, શૂબ્રિગ, આલ્સડ્રોફ)
જિતેન્દ્ર બી. શાહ
"I tell my countrymen that the principles of the Jain Dharma and the Jain Acharyas are sublime and that the ideas of the Jain dharma are lofty. The jain literature is superior to the Buddhistic literature. As I continue to study the Jain Dharma and its literature my fascination for them keeps increasing.”
- Johunnes Hurtell (Germany) “હું મારા દેશવાસીઓને જણાવું છું કે જૈનધર્મના અને જૈનાચાર્યોના સિદ્ધાન્તો દિવ્ય છે. તે કારણે જૈનધર્મ ઉચ્ચ કોટિનો ધર્મ છે. જૈનધર્મનું સાહિત્ય બૌદ્ધધર્મના સાહિત્ય કરતાં ઘણું જ ચડિયાતું છે. હું જેમ જેમ જૈનધર્મના સાહિત્યનો અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ હું જૈનધર્મ પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત થતો જાઉં છું.”
આ વિધાન જર્મન દેશના વિદ્વાન જહોન્સ હટલનું છે. તેઓએ અનેક સ્થળે જૈનધર્મ - સાહિત્ય અને સિદ્ધાન્તનાં ભરપેટ વખાણ કર્યા છે. જર્મન દેશના વિદ્વાનો ૧૯મી સદીના મધ્યભાગે ભારતીય સાહિત્યના અધ્યયન તરફ વળ્યા હતા. સર વિલ્યમ જેમ્સ સર્વ પ્રથમ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને પછી કાળિદાસના અભિજ્ઞાન શાકુન્તલનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો. ત્યારથી જ યુરોપના વિદ્વાનો ભારતીય સાહિત્યના અધ્યયન તરફ ઢળ્યા અને પછી તો તેઓને જૈન સાહિત્યનો પણ પરિચય થતો ગયો. આથી ત્યાં જૈનધર્મનું અધ્યયન - અધ્યાપન શરૂ થયું તે આજ પર્યન્ત ચાલુ છે. વિદેશમાં જૈનધર્મ :
જૈનધર્મનો પ્રચાર-પ્રસાર વિદેશમાં થવા અંગેના સહુથી પ્રાચીન ઉલ્લેખો બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. બૌદ્ધ સાહિત્યમાં જણાવ્યા અનુસાર શ્રીલંકામાં બૌદ્ધધર્મનો પ્રવેશ ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ અશોકના પુત્ર-પુત્રી મહેન્દ્ર અને સંઘમિત્રાથી થાય છે. તેમણે ત્યાં બૌદ્ધધર્મનો પ્રચાર શરૂ કર્યો. તે પૂર્વે ત્યાં જૈન વસ્તી હોવાના ઉલ્લેખો મળે છે. જો આપણે નેપાળને અલગ દેશ ગણીએ તો નેમિનાથ અને મલ્લિનાથ ભગવાનની જન્મકલ્યાણક ભૂમિ નેપાળમાં હોવાની માન્યતા જૈનધર્મનું અધ્યયન કરતા