________________
156
રસિલા કડીઆ
SAMBODHI
માંની વિગતો થોડાક શબ્દફેરે લીટી ૩૬ થી ૩૭ માં પુનરાવર્તિત થઈ છે. ૩. લીટી ૩૬નો ચોથો અક્ષર એક પર બીજો અક્ષર સુધારવા જતાં ચૂંટાયેલો હોવાથી સુવાચ્ય રહ્યો નથી. ૪. સાક્ષીઓનું લખાણ અક્ષરના મરોડને કારણે ઘણે સ્થળે અવાચ્ય જ રહ્યું છે.
દસ્તાવેજમાં “મહૂ અને સાક્ષ' ના લખાણને બાદ કરતાં તેનું લખાણ કુલ ૪૮ લીટીનું છે. પ્રત્યેક લીટીના અક્ષરોની સંખ્યા સરેરાશ ૫૦ થી ૫૫ અક્ષરોની છે. દેવનાગરી લખાણની ભાષા સંસ્કૃત મિશ્રિત ગુજરાતી છે. ફારસી લખાણ અને નકશો (એમાં પણ ફારસીમાં લખાણ છે.) પૂરું થાય છે ત્યાં વચ્ચોવચ્ચ શ્રીનાથજી સત્ય છિ'. એમ દેવનાગરીમાં લખાયેલ છે. ત્યારબાદ દેવનાગરી લિપિમાંનું લખાણ શરૂ થાય છે. આમ, આ વાક્ય બને લિપિઓના લખાણને જુદું પાડે છે.
સારાંશ – દસ્તાવેજનો પ્રારંભ મંગલદેવ શ્રી ગણેશને નમસ્કાર કરી, મંગલવાચક શબ્દ સ્વસ્તિ' થી કર્યો છે. પ્રથમ બે લીટીમાં દસ્તાવેજ લેખનનો સમય આપેલ છે. વિક્રમ સંવત ૧૭૪૯ના પોષ સુદ ૧૩ મંગળવારના રોજ અને શાલિવાહન સંવત ૧૬૧૪ના રોજ થયેલ પોતાની હદના ઘરના વેચાણની વિગત આપી છે. ખરીદનાર અને વેચનારના નામ ૧૪ થી ૧૭ લીટીમાં છે તે મુજબ શાહ વાઘા મૂળજીની દીકરી કલ્યાણબાઈ, જે શાહ શયજીની ભાણેજ થાય છે તે ઘર વેચે છે અને શ્રીમાળી જ્ઞાતિની વૃધિ શાખાના વાણિયા શાહ શાંતિદાસના દીકરા સોમકરણના દીકરા અમરદત્ત તે ખરીદે છે. ખરીદનાર તે સમયના જૈન સમાજના અગ્રણી હોવાથી અહીં ઐતિહાસિક દષ્ટિએ તેઓ વિશે જાણવું જરૂરી સમજી, અહીં જૈન પરંપરાના ઇતિહાસમાં આપેલી વિગતોને આધારે અપાયેલું વંશવૃક્ષ આપું છું.
દોશી મનિયા શ્રીમાલીનો વંશ – (નં. ૨) ૧. દોશી રંગા ૨. દોશી લહુઆ ૩. દોશી પનિયા- (તેમના દીકરા ૧ હીરજી, ૨. મનજી, ૩. મદનજી, ૪. રતનજી) ૪. દોશી મનિયા- (જન્મ સં. ૧૬૪૦ | સં. ૧૭૧૦માં વિમલનાથની પ્રતિષ્ઠા.) ૫. દોશી સોમકરણ – તે દોશી મનિયાનો બીજો પુત્ર હતો. તેનું બીજું નામ દોશી સોમચંદ પણ મળે
છે. તે મોટેભાગે ખંભાતમાં રહેતો હતો અને અવારનવાર સુરત આવ-જા કરતો હતો.
શેઠ શાંતિદાસ પછી અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સોમકરણ બન્યા હતા. આજે
પણ તેમના વંશજો એ જ્ઞાતિના શેઠ છે - તેમના વંશજોના હાથમાં જ્ઞાતિની શેઠાઈ છે. ૬. શેઠ સૂરજમલ - તે દોશી સોમકરણનો પુત્ર હતો. ૭. શેઠ જેચંદ, ૮. શેઠ જોઇતારામ,