________________
Vol. XXXII, 2009
સં. ૧૭૪૯નો હાજા પટેલની પોળના મકાનનો દસ્તાવેજ
157
157
૯. શેઠ અમરચંદ, ૧૦. શેઠ રાયચંદ, ૧૧. શેઠ મોહોલ્લાલ, ૧૨. શેઠ સાંકળચંદ - તેમને પાર્વતીબાઈ નામે પત્ની હતી, ૧૩. શેઠ મયાભાઈ – અમદાવાદના શેઠ સાંકળચંદભાઈ અને તેમનાં પત્ની શેઠાણી પાર્વતીબાઈથી
માયાભાઈનો જન્મ સં. ૧૯૪૬ના પ્ર. ભા. સુ. ૧ ના રોજ થયો હતો.... શેઠ મયાભાઈને ૧ નરોત્તમભાઈ (તેઓ આ દસ્તાવેજના માલિક શ્રી ભક્કમ શેઠના પિતાશ્રી થાય.) ૨. કસ્તૂરભાઈ ૩ કલ્યાણચંદ નામે ૩ પુત્રો છે. શેઠ મયાભાઈના મરણ પછી તેમના કુટુંબના શ્રી ચારુભાઈ
ભોગીલાલ વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે અને આ. ક. પેઢીના સ્થાનિક સભાસદ છે. ૧૪. શેઠ નરોત્તમભાઈ – તેઓ શાંત અને ધર્મપ્રેમી છે. શેઠ આ. ક. પેઢીના માનદ્ સભાસદ છે.
(જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨. પૃ. ૨૧૩-૧૪)
આ દસ્તાવેજના માલિક શ્રી ભક્કમશેઠના પિતાશ્રી એટલે મયાભાઈ. તેઓ સાકરચંદભાઈના દીકરા થાય, અન્ય બે દીકરા તે કસ્તૂરભાઈ અને કલ્યાણચંદ.
શ્રી ભક્કમભાઈ શેઠના જણાવ્યા મુજબ મયાભાઈ પછી શેઠ શ્રી ચારુભાઈ ભોગીલાલ (કુટુંબીજનોને નગરશેઠ પદ હતું. તેઓશ્રી નિવૃત્ત થતાં આ પદ શ્રી ભક્કમભાઈ શેઠને સાંપડ્યું હતું પણ તેઓની તબિયત સારી રહેતી ન હોવાથી તેઓએ રાજીનામું આપેલું અને હાલમાં એમના કાકાના દીકરા શેઠ શ્રી અરવિંદભાઈ કલ્યાણભાઈ નગરશેઠ પદે છે. શેઠ શ્રી ચારુભાઈ ભોગીલાલ આ વંશની કઈ શાખાએ છે તેની જાણ નથી થઈ શકી. શ્રી ભક્કમ શેઠને “દેવલ' નામે એક દીકરો છે. પરંપરા પ્રમાણે બાળપણથી પિતાશ્રી પાંચ-સાત પેઢીના નામ ગોખાવતા તે મુજબ તેઓને વડવાઓના નામ આ પ્રમાણે યાદ છે – નરેન્દ્ર (ભક્કમ શેઠ) – પિતા નરોત્તમભાઈ – એમના પિતા મયાભાઈ – એમના પિતા સાકરચંદ – એમના પિતા મોહોલાલ – એમના પિતા રાઈચંદ સુધી.
પ્રસ્તુત મકાન વિ.સં. ૧૭૪૯માં શાંતિદાસના દીકરા સોમકર્ણના દીકરા શાહ અમરદને કલ્યાણબાઈ પાસેથી ખરીદ્યું છે. આ દસ્તાવેજ માલિકને અહીં શેઠ રાઈચંદના પિતા અમરચંદની પેઢી સુધી લઈ જાય છે. પ્રસ્તુત મકાનની ઉત્તર દિશાએ રતનજી પનિઆનું ઘર હોવાનું સૂચવાયું છે, જે દોશી પનિયાના વૃક્ષની શાખામાં હોઈ શકે. એ સમયે કુટુંબ (બહોળું) એક જ સ્થળે, પાસપાસે મહદંશે રહેતું હતું. જૈન પરંપરાના ઇતિહાસમાં શેઠ શાંતિદાસ પછી વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સોમકરણ બન્યાનો ઉલ્લેખ છે. આ શાંતિદાસ આ જ કુટુંબના નહીં હોય, એમ હોય તો આ દસ્તાવેજમાં સોમકરણ શાંતિદાસનાં દીકરા કહ્યા છે. એમ બને કે સોમકરણના વખતથી નગરશેઠ પદ સાંપડ્યું હોય. વળી, કુટુંબમાં અન્ય શાખાના પ્રતિભાવાનને ઘણીવાર આ પદ જતું, કે એ પદત્યાગ (કોઈ કારણસર) કરી, અન્ય પોતાના જ વંશની શાખામાં આપવામાં આવતું. આથી, “જૈન પરંપરાના ઇતિહાસ માં આપેલ નગરશેઠનો વંશ જોતાં – ચકાસતાં ખ્યાલ આવે છે કે એ તે કુટુંબના જ હોવા છતાં તેઓ વચ્ચે પિતા