________________
" સં. ૧૭૪૯નો હાજાપટેલની પોળના મકાનનો દસ્તાવેજ
રસિલા કડીઆ હાલ વસ્ત્રાપુર તળાવની સામે આવેલી સોસાયટીના બંગલામાં રહેતા શેઠ નરેન્દ્રભાઈ ઉર્ફે ભક્કમભાઈ નરોત્તમભાઈ શેઠના અંગત સંગ્રહમાં રહેલો સં. ૧૭૪૯નો પાદશાહ ઔરંગઝેબના સમયનો મુઘલકાલીન દસ્તાવેજ મને વાંચવા માટે પ્રાપ્ત થયો, એ બદલ હું એમની આભારી છું. આ દસ્તાવેજમાં છે તે ઘર આજે પણ તેમની પોતાની માલિકીનું છે. તેઓ તે સમયના જૈન સમાજના અગ્રણી શ્રી દોશી મનિયાના કુટુંબના વંશજ છે અને “જૈન પરંપરાના ઇતિહાસમાં આ કુટુંબે કરેલા ધાર્મિક કાર્યોની વિગતે નોંધ સાંપડે છે. શ્રી ભક્કમ શેઠ પણ આજે જૈન સમાજના અગ્રણી છે.
આ ખતપત્રનું લખાણ કાળી શાહીથી, મધ્યમ કદના અક્ષરોમાં કાપડ પર થયેલું છે. આખો દસ્તાવેજ ફારસી તથા દેવનાગરી એમ બે લિપિમાં લખાયો છે. તે ઘણો જ લાંબો છે, અર્થાત્ ૧૧૬” નો લંબાઈનો છે. ફારસી લિપિનું લખાણ પૂરું થાય છે ત્યાં ખૂબ જ નાનો મકાનનો પ્લાન આપેલ છે. દસ્તાવેજમાં તે ૭૮” જગ્યા રોકે છે. દેવનાગરી લિપિનું લખાણ ૩૮” જગ્યા રોકે છે, અને તે લખાણ મકાનના નકશા બાદ શરૂ થાય છે. તેની પહોળાઈ ૯.૫”(૨૪ સે.મિ.) છે. આ લખાણમાં “મહૂ અને સાક્ષ” સિવાયનું લખાણ ૧૯” અર્થાતુ ૪૮ સે.મિ માં આપેલ છે. “અત્ર મત્' માં બે જણની સહી છે. સાક્ષીઓની સંખ્યા પ૩ની છે અને દસ્તાવેજની પાછળ પણ સહી થયેલ છે અને અહીં ગણી છે. અહીં કાપડની લંબાઈ નોંધી છે. પાછળ થયેલ સહીના લખાણને લંબાઈમાં લીધેલ નથી૧. આમ, બે લિપિમાં લખાયેલ આ દસ્તાવેજ ઘણો લાંબો કહી શકાય. ફારસી લિપિ જાણતી નહીં હોવાથી મેં અહીં માત્ર દેવનાગરી લિપિનું લખાણ જ લિપ્યતર કરીને આપેલું છે. પૈતૃક સંપત્તિ તરીકે મળેલ ઘરનો પ્રસ્તુત દસ્તાવેજ હજુ સુધી શ્રી ભક્કમ શેઠ દ્વારા ખૂબ સારી સ્થિતિમાં સચવાયેલો છે, જો કે તે ભેજથી પ્રસરેલી શાહીના ડાઘાવાળો અને જીર્ણ થયો જણાય છે. તેમાં છિદ્રો છે પણ તેને કારણે લખાણ ક્યાંય ભૂંસાઈ ગયું નથી, દસ્તાવેજની આજુબાજુની કોર કરપાઈ ગઈ છે અને થોડાક દોરા નીકળવા લાગ્યા છે. છેક છેવાડે જરાક ફાટી ગયો છે. અંતે લગાવેલો સરકારી રૂક્કો પણ જોવા મળે છે, જે દસ્તાવેજને વધુ આધારભૂત બનાવે છે.
દસ્તાવેજના લખાણ સંદર્ભે કેટલીક બાબતો નોંધનીય છે ૧ લીટી ૨૭માં એક સ્થાને અને લીટી ૨૯માં બે સ્થાને વિગતો ભરાયા વિનાની છે અને ત્યાં જગ્યા ખાલી છોડેલી છે. કદાચ તે વિગતો પાકી નિશ્ચિત કરીને લખવા ધારી હોય અને પછી લખવાની રહી હોય તેમ જણાય છે. ૨. લીટી ૩૩ થી ૩૬