________________
Vol. XXXII, 2009
સં. ૧૭૪૯નો હાજા પટેલની પોળના મકાનનો દસ્તાવેજ
159
મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનતી હોવાથી ઈ.સ. ૧૯૮૭ (વિ.સં. ૧૭૪૪) માં ઔરંગઝેબે ઈ. સ. ૧૯૮૫ થી ૧૭૦૧ સુધી ગુજરાતના સૂબા તરીકે નીમેલ કારતલબખાનને સુજાતખાનનો ખિતાબ આપી બેવડી કામગીરી સોંપેલી તે રૂએ એ ૬ મહિના મારવાડમાં રહેતો હતો. (જુઓ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૬, પૃ. ૭૮) આથી, પ્રસ્તુત દસ્તાવેજના સમય દરમ્યાન ઔરંગઝેબ દક્ષિણમાં હતો અને અમદાવાદમાં (ગુજરાતમાં) સૂજાતખાન સૂબો હતો પણ તે સમયે પોતે જોધપુર હોવાથી અમદાવાદની રક્ષા માટે પોતાના દીકરા નજરઅલિને મૂકેલ છે તે વાત આ દસ્તાવેજમાં પ્રતિબિંબિત થાય છે.
લીટી ૧૩, ૧૪ માં ખરીદનાર તથા વેચનારના નામોની વિગતો આપીને (આ વિશે આગળ જણાવેલ છે.) લીટી ૧૭ થી ૩૩ સુધી ઘર તથા ઓરડાના ખૂટ તથા ઘરના વર્ણનની વિગતો છે તે મુજબ આ ઘર પશ્ચિમાભિમુખનું છે. ઘરમાં ઉત્તરાભિમુખી મેડી સહિતનો ઓરડો છે. આ ઓરડા પાસે ઉત્તરાભિમુખી પડસાળ છે. તેની આગળ ચોઅગાસો (ચોક) ચોરસાબંધ છે. તે ચોકમાં ઉદકસ્થાન અર્થાત્ પાણિયારું તથા રસોડું પશ્ચિમાભિમુખી છે. પાણિયારા તથા ચોકમાં પણ પાણી ભરવાના ઘડા છે. ચોકમાં છીંડી આવેલી છે. આ છીંડીની વચ્ચે એક પશ્ચિમાભિમુખી ઓરડો છે. આ ઓરડાની આગળ ખુલ્લી પડસાળ છે. ચોકની પાસે મેડી સહિત મોટી ખડકી છે. જે પશ્ચિમાભિમુખી છે. તેમાં પશ્ચિમાભિમુખી છજાનું દ્વાર છે. આ સ્થાન છજાજડિત છે. આ ચોકમાં બીજું ઘર ઉત્તરાભિમુખી છે. પાસે બીજી ખડકી છે. (ખડકીમાં ખડકી અને તેમાં મેડા અને છજાવાળા ઘરો હોવા એ અમદાવાદની પોળોની વિશિષ્ટતા છે તે અહીં જોવા મળે છે. આજની બદલાતી અમદાવાદની ભૂગોળમાં હજુ આવાં ઘરો થોડાં બચ્યાં છે. બાળપણમાં આવી પોળોમાં રહેવા મળ્યું છે મને.) તેમાં ઘરની ઓરડી છે. તે ઓરડીમાં જવા આવવાનો રસ્તો છે. આ ઓરડી એક ખંડની પશ્ચિમાભિમુખી છે. તે આ ઘર સાથેની ઓરડી છે અર્થાત્ આ મકાન વેચાય છે તેમાં તે પણ આવી જાય. ઓરડીની પાસે આવેલો ઓરડો સાધ્ય સંબંધનો છે – સહિયારો છે.
આ ઘરના ચાર ખૂટોમાં પૂર્વ દિશાએ શાહ રતન પની લહૂઆનું ઘર છે. દોશી મનિયાના નગરશેઠ વંશમાં આગળ ૩ નંબરમાં આ પનિયા લહુઆનું નામ છે જ. વચલી ભીંત સહિયારી છે. પશ્ચિમે ધર્મશાળા આવેલી છે ત્યાં આ ઘરનો ચાલવાનો અને નિકાલનો રસ્તો છે, જેમાંથી નેવનું પાણી પડે છે. દક્ષિણે પોળના લોકોનો અવરજવરનો રસ્તો છે તથા નેવ છે ઉત્તરે પણ શાહ રતનજી પનીઆનું ઘર છે. તે દિશાએ ઘરના નેવનું પાણી મહોલ્લા સુધી ઉતરે છે. તથા ત્યાં બારણું છે. આ વર્ણન જોતાં લાગે છે કે આ ઘર ખરીદવામાં આવે તો રતનજી પનીઆને ત્રણે દિશામાં સળંગ ઘર થઈ જાય છે.
ત્યારબાદ ઓરડાના ખૂટ આપેલ છે, તે મુજબ બહારની આંબિના ઘરની વિગત ભરાઈ નથી પણ એ દિશાની ભીંત સાથે ઓરડીને સંબંધ છે, અર્થાત્ સહિયારી છે. પશ્ચિમે ઓરડીનો ચાલ (અવરજવરનો માર્ગ) છે. ઉત્તર બાજુ આખી દીવાલ છે. દક્ષિણે વાડો છે. તે ઘરને સાધ્ય છે – સહિયારો છે.
આ ઘરના કુંભીથી માંડીને છેડા સુધીના થાંભલાના પાટિયાં, મોભ, કમાડ, ખાપ, નળિયા, સાગની વળીઓ સહિતના લાકડાં અને નીચેની જમીનદળ વગેરે સાથે વેચાય છે.
લીટી ૩૩ થી ૪૮ સુધી મકાનની કિંમત તથા વેચાણ માટેની શરતોનું વર્ણન છે. આ મકાનની