Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 166
________________ 160 રસિલા કડીઆ SAMBODHI કિંમત અમદાવાદની ટંકશાળના સિહિર ચલણી રૂપિયા નવી અડીના માસા ૧૧II ના કુલ ૧૨૫૦ એકસાથે સંયુક્ત રીતે આપ્યાનું જણાવેલ છે. ૬૨૫ રૂા.ના બિમસા અર્થાત્ બમણાં રૂપિયા આપીને કલ્યાણબાઈ પાસેથી અમરદત્તે વેચાતી લીધું છે. હવેથી એ ઘર તથા ઓરડીમાં અમરદત્ત તથા તેની સ્ત્રી તથા વારસદારો વી શકે, ભાડે આપી શકે, ગિરે મૂકી શકે, વેચે કે કોઈને બક્ષિશરૂપે આપી શકે છે. ભવિષ્યમાં આ મકાન સાતમાળનું કરી શકે. આ બાબતે કલ્યાણબાઈ કે તેના વંશજો-વારસોનો કોઈ હકદાવો રહેતો નથી. ટાંકાના પાણી સાથે પણ સંબંધ રહેતો નથી. દસ્તાવેજલેખનની રૂઢિહરમાણે અહીં પણ “યાવત્ ચંદ્રાક અને “કુલ અભરામના દાવે' જેવા રૂઢ પ્રયોગ પ્રયોજાયા છે. અંતે એ ઘરના ખાળ-પરનાળ-નેવ-છારો-વાડો-ક્ષાર-કુપિકા-જાલિબારી-તિરકસ ઇત્યાદિ પૂર્વરીતિ પ્રમાણે હોવાનું જણાવી દસ્તાવેજ પૂર્ણ કર્યો છે. નોંધ : ૧. મૂળ ખતપત્રમાં લીટીઓને નંબર આપવામાં આવ્યા નથી, પણ સ્પષ્ટતા ખાતર અહીં આપવામાં આવ્યા છે. ૨. દસ્તાવેજમાં જ્યાં “ખના અર્થમાં લિપિમાં જ લખાયેલ છે ત્યાં શબ્દમાં લિવ્યંતર વખતે ખ” કરી દીધો છે. ૩. લીટીને અંતે – ગુરુરેખા છે ત્યાં મૂળ દસ્તાવેજની લીટી પૂરી થાય છે પણ અધૂરો શબ્દ નીચેની લીટીમાં પૂરો થાય છે તેમ સમજવું. ૪. ખૂટતો શબ્દ કે વિગત ઉમેરાઈ છે ત્યાં [ ] કરેલો છે. આપેલ શબ્દને સુધારેલો છે ત્યાં ( ) કૌસ કરેલ છે. ટિપ્પણ અને સંદર્ભનોંધ ૧. વકીલને પૂછતાં જાણવા મળ્યું કે આજે પણ ઓછામાં ઓછા બે સાક્ષીઓની જરૂર હોય છે. વધારે સાક્ષીઓ માટે કોઈ મર્યાદા નથી. વળી, સહીઓ કાગળ કે કાપડની પાછલી બાજુએ થઈ શકે છે. તેમાં legally - કાનૂની રીતે કોઈ વાંધો નથી. અમદાવાદનો ઈતિહાસ લખવાની નિબંધ હરીફાઈ યોજાયેલી, તેમાંનો એક હસ્તલિખિત નિબંધ મને વાંચવા મળ્યો હતો. તેમાં હાજાપટેલની પોળની વિગતો મળે છે તેમાં આ પોળનું બારણું પૂર્વાભિમુખનું જણાવ્યું છે. તેમાં આવેલી અન્ય પોળોમાં શાંતિનાથની પોળ, રામજી મંદિરની પોળ, પાછીઆની પોળ, પીપરડીની પોળ, ખારાકવાની પોળ તથા લાંબેશ્વરની પોળના નામો છે. ત્યારે રીલીફરોડનું અસ્તિત્વ નથી. આજે રીલીફરોડના કારણે લાંબેશ્વરની પોળ અલગ પડી ગઈ છે. આ પોળમાં પેસતાં જ આગળ એક દેરાસર છે તેની આજુબાજુના નાના મકાનોની રચના ત્યાં ધર્મશાળા હોવાનો ખ્યાલ આપે છે. ચૈત્યપરિપાટીમાં હાજા પટેલની પોળમાંની ધર્મશાળાનો ઉલ્લેખ વાંચવામાં આવેલો છે. આ વિગત વધુ સંશોધન માગે છે, જેથી કરીને સ્થળ નિશ્ચિત કરી શકાય. હાલમાં આ ઘર હાજાપટેલની પોળમાં ગણાય છે.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190