________________
સં. ૧૮૨૦ નો છીપવાડનો ગૃહગૃહણકનો દસ્તાવેજ
રસિલા કડીઆ
શ્રી લા. દ. ભા. સં. વિદ્યામંદિરમાંથી મને સં. ૧૮૨૦નો (ઈ.સ.૧૭૬૩) છીપવાડનો દસ્તાવેજ સાંપડ્યો છે તે બદલ શ્રી જિતુભાઈ અને સંસ્થાનો હું આભાર માનું છું.
આ દસ્તાવેજ કાપડ પર કાળી શાહીથી લખાયેલ છે. તે સછિદ્ર અને જીર્ણ છે. તેનો છેવાડાનો ભાગ ૧૮ ૪ ૨.૫ સે.મિ. જેટલો ટુકડો ફાટી ગયો છે જ્યારે આખો દસ્તાવેજ ૭૩.૫ સે.મિ. x ૨૪.૫ સે.મિ. નો છે. જ્યાં છિદ્ર છે ત્યાં અવાચ્ય જેવો લાગતો અક્ષર પૂર્વાપર સંબંધને આધારે ઉકેલી શકાયો છે. (લીટી ૩૭ માં સાયે છે ત્યાં ‘સાહાએ’ એમ સમજી શકાય છે.) ‘અત્ર સાક્ષ’ નું લખાણ છે ત્યાં ટુકડો ફાટી ગયો હોવાથી છેલ્લા ચારેક જેટલા અક્ષરો જતા રહ્યા છે પણ ફાટતાં અર્ધા રહી ગયેલા અક્ષરોને પૂર્વાપર સંબંધે તથા અનુમાન કરી, ચોરસ કૌંસમાં મૂકવામાં આવ્યા છે. ક્યાંક એ જ વિગત પછીની લીટીઓમાં આવી હોય તો અનુમાન કરવું સરળ પડ્યું છે. દસ્તાવેજમાં દસ્કત સિવાયના લખાણની ૪૬ લીટીઓ છે. એની લિપિ દેવનાગરી છે અને ભાષા સંસ્કૃત મિશ્રિત ગુજરાતી છે. અહીંની મધ્યકાલીન ગુજરાતી ભાષા અર્વાચીન ભાષા તરફ જઈ રહેલી સ્પષ્ટ જણાય છે. ક્રિયાપદ ‘છે’ (છિ ના સ્થાને) કે ‘મધે’ ને સ્થાને ‘મધ્યે’ ‘અહિમ્મદાવાદ’ ને સ્થાને અમદાવાદ એના ઉદાહરણો છે. લિપિમાંના ર્ક (6) ઋ ( ) () ઇ (ફી) ડ (5) (૩) જેવા વર્ણોની લેખનીતિ ધ્યાન ખેંચે છે. વળી જ્ઞાને સ્થાને પ્રા લખાયેલ છે તે પણ ધ્યાન ખેંચનાર છે. વિરામચિહ્નો તરીકે દંડ (I) પૂરો થતો કૌંસ ચિહ્ન () અને શબ્દની વચ્ચે (.)નજરે પડે છે. અહીં લિવ્યંતરમાં મેં દંડ રાખેલ છે અને લેખનમાં નથી ત્યાં પણ સ્પષ્ટતા ખાતર યોગ્ય જણાયું ત્યાં મૂક્યા છે.
શબ્દકોશમાં આપેલા અર્થો મહંદશે જોડણીકોશો તપાસીને આપેલ છે પણ જ્યાં નથી મળ્યા ત્યાં જૂના ઘરોમાં જોવાનું અને રહેવાનું મળ્યું છે તેથી તે તે ઘરોના સ્થાનો વિચારીને અને તે વખતે તે માટેના વપરાતા શબ્દોના સામ્ય ઉપરથી સમજાયા તે લખ્યા છે. આવા શબ્દોના અર્થ આગળ ? ચિહ્ન કરેલ છે. સારાંશલેખનમાં પણ આવી વિગતો સમજાવીને આપી છે.
વેચનાર ઃ- ખરીદનારની પરસ્પરની સંમતિથી ગૃહગ્રહણક ખતપત્ર લખાયું છે. સમયની માહિતી સંપૂર્ણ છે તેથી આ દસ્તાવેજ પ્રમાણભૂત અને સંપૂર્ણ છે.