________________
vol. XXII, 2009 •
સં. ૧૮૨૦નો છીપવાડનો ગૃહગૃહણકનો દસ્તાવેજ
149
સારાંશ :
દસ્તાવેજનો પ્રારંભ “સ્વસ્તિ' જેવા મંગલવાચક શબ્દથી થયો છે. લીટી ૧ થી ૪ માં દસ્તાવેજ લખ્યાનો સમય આપ્યો છે : વિ.સં. ૧૮૨૦ના માસોત્તમ માગશર સુદ પના શનિવારનો દિવસ. આ સાથે શાલિવાહન સંવત આપી છે : શાકે ૧૬૮૫ના રોજ. સૂર્ય ત્યારે દક્ષિણે ગયો છે.
લીટી ૪ થી ૧૭માં આપણને તત્કાલીન રાજકીય બાબતોની જાણકારી પ્રાપ્ત થાય છે. લીટી ૪ થી ૭ માં દિલ્હીની ગાદીએ વિરાજિત પાદશાહ આલમગીર બહાદુરની પ્રશસ્તિ આપેલી છે. આ બાદશાહ આલમગીર બીજો (૨ જો) છે. આ કાળ દરમ્યાન દિલ્હીના પાતશાહની લગીરે ય હુકૂમત રહી ન હતી છતાં સંસ્કૃત-ગુજરાતી ખતપત્રોમાં હંમેશાં એ પાતશાહના અમલનો નિર્દેશ કરવામાં આવતો. એવું તે સમયના અન્ય ખતપત્રો જોતાં જણાઈ આવ્યું છે.'
પ્રસ્તુત ગિરોખતનો નં. ૧૪૮૪ છે. તેના પર આપેલી નોંધમાં “વાડીગામ-છીપવાડનું એક મકાનઘર આપ્યાનો લેખ [ગીરોખત]” લખાયેલ છે અને પ્રસ્તુત મકાન દરિયાપુર વિસ્તારનું વાડીગામછીપવાડનું હોવાની સમજ પ્રથમવાર દસ્તાવેજ વાંચતાં મને પણ થયેલી. આ દસ્તાવેજનો અભ્યાસ કરવા પૂરક સંદર્ભ સાહિત્યમાંથી જે ઐતિહાસિક વિગતો મને સાંપડી તેને આધારે અને દસ્તાવેજમાં વેરા બાબતે જણાવેલી વિગતોને તપાસતાં મને વિસ્તાર બાબતે મારી ગેરસમજનો ખ્યાલ આવ્યો. વાસ્તવમાં પ્રસ્તુત મકાન આસ્ટોડિયા-રાયપુર વિસ્તારમાં આવેલ છીપવાડી મધ્યે આવેલ કોઠની શેરીનું છે.
વિ. સં. ૧૮૨૦ના સમયે અમદાવાદમાં સૂબા તરીકે દક્ષિણી પેશ્વા પંડિત રઘુબાવા હતા અને તેમની તરફથી પંડિત શ્રી આપ્પાજી ગણેશ કચ્છ, ભુજ તથા કાઠિયાવાડમાં મુલકગીરી કરતા હતા. અમદાવાદમાં રક્ષા માટે પાંડુ પંડિતનો ધર્મન્યાય પ્રવર્તતો હતો. અર્ધવિભાગી દામાજી હતા અને તેમની મોરથી (તરફથી) પંડિત શ્રી નંબક મુકંદ હતા. ધર્માધર્મ જોનાર પાદશાહ તરફથી દીવાન શ્રી મહમ્મદ અલીખાન હતા. સહી દસ્કત કરવાનો હક અલીખાનનો હતો. ચોતરાના કોટવાલ સદાશિવ પંડિત અને અર્ધવિભાગી આનાજી હતા. અહીં દસ્તાવેજ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનો ક્રમિક ઉતરતા ક્રમમાં ઉલ્લેખ છે. મરાઠાઓનું શાસન ત્યારે ક્યારેક સંયુક્ત કે ક્યારેક વહેંચાયેલું જોવા મળે છે. દસ્તાવેજની પ્રસ્તુત વિગતોથી જાહેર થાય છે કે એ વખતે પેશ્વા, ગાયકવાડ અને મોગલોની હુકૂમત ચાલતી હતી. આથી વેરા ભરવાની કચેરી હવેલી ચકલે ગાલબખાનને રાયપુરમાં તથા વાડીગામના શરમુલકને હજીરે હતી. આ વિગત પછી તરત કોઠની શેરીમાં મકાન ગિરે અપાયાની વાત છે તેથી આ હકીકતમાં ગેરસમજ ઉદ્ભવી છે.
આજે પણ ઢાળની પોળની પાસે કોઠની શેરી છે. સં. ૧૮૫૦માં રચિત મગનલાલ વખતચંદ કૃત અમદાવાદનો ઈતિહાસમાં પણ આ પોળનો ઉલ્લેખ છે. “મીરાતે અહમદી ભાગ-૨' માં રસ્તા અને બજારોની વિગતો આપી છે ત્યાં “ગાલબખાન રાયપુરમાં એવો ઉલ્લેખ છે. દસ્તાવેજમાં આગળ મંડપિકાવેરો પરંપરા પ્રમાણે માફ છે તે વિગત આપ્યા બાદ કચેરીઓના સ્થાનોનો ઉલ્લેખ છે. ત્યારબાદ મકાન છીપવાડ મધ્યે કોઠની શેરીમાં આવ્યું હોવાનું જણાવ્યું છે. તે સમયની સહાયક સામગ્રી તપાસી. તે પરથી સ્પષ્ટ થાય છે કે આ મકાન આજના રાયપુર વિસ્તારનું છે. તે સમયે છીપવાડી મોટો વિસ્તાર