________________
146
મૌલિક હજરનીસ
SAMBODHI
માળવા (મધ્યપ્રદેશ) ગણવામાં આવે છે. ભૂમિજ પ્રાસાદો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં બંધાયેલા છે.
ગુજરાતમાં અદ્યાપિ ભૂમિજ પ્રાસાદ તરીકે ઓળખાયેલાં માત્ર ત્રણ મંદિરો છે: ૧. માકણી, ૨. લીમખેડા અને ૩. સરનાલ. જે અનુક્રમે વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લામાં આવેલાં છે જે તમામની વિસ્તૃત અભ્યાસ વિગતો પ્રસ્તુત કરવાનો લેખનો આશય નથી. ટૂંકમાં લીમખેડાનું મંદિર ત્રિદલ (Triple-shrine) અને સરનાલનું મંદિર ગળતી નદી અને મહીસાગરના સંગમ સ્થળે હોવાથી ગળતેશ્વર દેવાલય તરીકે ઓળખાય છે. શરૂઆતમાં ભૂમિ સ્વરૂપ ઓળખાતું કે જાણમાં નહોતું. આથી જ ડો. હસમુખ સાંકળિયાએ ગળતેશ્વરને ચાલુક્ય શૈલીનું કહ્યું હતું. પરંતુ અપરાજીતપૃચ્છાના આધારે પ્રથમવાર પ્રો. મધુસૂદન ઢાંકીએ એને ભૂમિજ પ્રકારનું સાબીત કર્યું. આજ પ્રમાણે માકણીનું રણમુક્તશ્વર મહાદેવ મંદિર ડો. આર. એન. મહેતાએ સરસ રીતે પ્રસિદ્ધ કરેલું હતું. પરંતુ એનું ભૂમિજ સ્વરૂપ એ જણાવી શક્યા નથી. આ લેખના લેખકે એને પ્રથમવાર ભૂમિજ પ્રકારનું હોવાનું પુરવાર કર્યું છે.૧૭
અંતમાં મોટા ભાગના ઉક્ત ચારેય રાજ્યોમાં આવેલાં ભૂમિજ શિવમંદિરો છે. છતાં ભૂમિજ એ માત્ર સ્થાપત્યકલા-શૈલીનો પ્રકાર છે. તે કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલ નથી. જે શૈવ, શાક્ત, સૌર અને જૈન મંદિરોનાં ભૂમિજ ઉદાહરણો પુરવાર કરે છે. આજે પણ લતીન શિખરમાંથી ઉદ્ભવેલા શિખરી પ્રાસાદ બંધાય છે. પણ મંદિર સ્થાપત્યના શિરમોર ભૂમિજ પ્રાસાદ ૧૫મી શતાબ્દી બાદ વિસરાઈ ગયા છે.
(See Map prepared by the present writer showing the distribution of Bhūmija Temple sites in North-western India.)
ટીપ્પણ
૧.
૨.
ભટ્ટ પનુભાઈ, ભારતીય સરૂપકલાઓ પ્રત્યેનો અભિગમ, વિદ્યાપીઠ, વર્ષ-૧૬, અંક-૪, જુલાઈ-ઓગસ્ટ, ૧૯૭૮, પૃ. ૩. એજન, પૃ.-૩. Hardy Adam, Indian Temple Architecture-Forms and Transportation, New Delhi, 1995. Ibid. Ibid. Dhaky M.A., The Indian Temple Forms in Karņātā Inscription and Architecture, New Delhi, 1977. Also see, Hajarnis Maulik, Bhūmija Temples in Gujarat, Thesis submitted for B. Arch. Degree to Gujarat University, Ahmedabad, 2006 (unpublished). (સ) પરીખ, શાસ્ત્રી, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૪, અંતર્ગત કે. એફ. સોમપુરાનું પ્રકરણ ૧૬, સ્થાપત્યકીય સ્મારકો, પૃ. ૪૨૫.
૭.