________________
વિજય પંડડ્યા
ઋગ્વેદ નું ‘પાઠ્ય’ એના એ સ્વરૂપમાં તો નાટકમાં પ્રયોજી શકાય નહીં. એના એ સ્વરૂપમાં તો ‘ઉપરંજક’ બને નહીં. અભિનવગુપ્ત કહે છે તેમ નાટ્યસામગ્રીમનિષ્કૃિતનિઽસ્વર॰૧ બનવું હોય તો ‘ગાન્ધર્વ’ સંગીતના સ્વરૂપમાં પરિવર્તન કરવું પડે. જેમ ‘પાઠ્ય’માં કાકુ ઉમેરાતાં તે નાટકનું એક અંગ બન્યું તેમ ‘ગાર્વ' ને ન અથવા ધ્રુવા ગીત રૂપે અવતરવા ત્યાં થોડું પરિવર્તન જ કરવું જરૂરી બને. ‘ગાન્ધર્વ’ સંગીતની વ્યાખ્યા છે સ્વર-તાલ-પવાભમ્ - આમાં સ્વર, તાલ અને પદ એ ત્રણ તત્ત્વો છે. ‘પદ’ એટલે કે શબ્દ એ ત્રણ તત્ત્વોમાંનો એક છે અને ‘ગાન્ધર્વ’ પ્રકારના શાસ્ત્રીય સંગીતમાં તો જરૂરી નથી જ. ગમે તેવા ‘અનર્થક’ શબ્દોથી પણ કામ ચાલે. ભરતમુનિએ એવા શબ્દો આપ્યા પણ છે, જેના વિશે ભરતમુનિ કહે છે કે બ્રહ્મા પોતે ગાન્ધર્વ ગાનમાં તેનો ઉપયોગ કરતા૧૨ એટલે ‘ગાન્ધર્વ’ સંગીતનો આ રીતે તો ઉપયોગ ન થઈ શકે. વળી સ્વર-તાલ અને પદમાં ‘પદ’નું જે ગૌણ અથવા તો બાકાત રાખી શકાય તેવું જે સ્થાન હતું તેને મહત્ત્વનું સ્થાન આપવું પડે. આ કાર્ય ધ્રુવાથી થઈ શકે. ધ્રુવા એટલે યસ્માર્થાનુરૂપા ત્તિ ધ્રુવા બ્યાર્થવશિષ્ઠ ૧૩ ધ્રુવા અર્થને અનુરૂપ અને અર્થપ્રધાન હોવી જોઈએ એટલે હવે અહીં નાટકના સંદર્ભમાં અર્થને પ્રાધાન્ય મળે છે. ‘ધ્રુવા' બનવા માટે ભરતમુનિ કેટલાક નિયમ પણ આપે છે. આમાંનો એક મહત્ત્વનો નિયમ છે. વર્ણપ્રર્ષ ટાળવોજોઈએ. શબ્દોને-વર્ણોને ખેંચવા ન જોઈએ.૧૪ શાસ્ત્રીય સંગીતમાં તો શબ્દોને એક એક વર્ણને ખૂબ ખેંચવામાં આવે છે. જો નાટકમાં એમ બને તો, તે ઉપયોગી ન થાય. આ નિયમ ખૂબ ઉપયોગી છે. વળી - સંગીતમાં લોકપ્રિય સ્વરૂપોનો પ્રયોગ કરવો જોઈએ. આ રાગો સાદા (ગ્રામ-ર૧) હોવા જોઈએ અને ગાન્ધર્વ-તાલનો વાના છંદ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ.૧૫ એટલે ‘ધ્રુવા’ એવું તત્ત્વ છે કે જેમાં કવિતા અને સંગીત બન્નેનો સમન્વય છે અને એનો ‘યથારસ' ઉપયોગ કરવો જોઈએ.
અભિનવગુપ્રાચાર્ય તો એમ પણ કહે છે કે, નાટકની બહાર ધ્રુવા એટલી આનન્દપ્રદ ન
128
SAMBODHI
બને. ૧૬
નાટ્યશાસ્ત્રમાં ધ્રુવાનાં પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છેઃ પ્રાવેશિની, નિામિજી, પ્રાસાદ્દિી, ઞક્ષિપી અને અન્તરા. અનેક ભિન્ન ભિન્ન પ્રસંગોએ આ પાંચ પ્રકારની ધ્રુવાઓનો ઉપયોગ થતો. નાટ્યાત્મક પ્રયોજનને ધ્યાનમાં રાખીને ધ્રુવાઓ ગાવામાં આવે. સ્થળ, સમય, ઋતુ, પાત્રચિત્રણ અને ભાવને ધ્યાનમાં રાખીને ધ્રુવાઓ પ્રયોજવી જોઈએ.
एवमर्थविधिं ज्ञात्वा देशकालमृतुं तथा ।
પ્રકૃતિ ભાવસ્તિકા તુ તતો યોગ્યા ધ્રુવા વુધૈ: ॥ (૩૨-૩૨૮ ના.શા.)
ધ્રુવાઓ ઔત્સુક્ય, અવહિત્ય (પોતાની સાચી લાગણી છુપાવવી તે) જેવી પરિસ્થિતિઓમાં પ્રયોજી શકાય. ધ્રુવા ચિન્તા, પરિદેવિત, દૈન્ય કે વિષાદના ભાવોના આલેખનમાં પણ પ્રયોજી શકાય. એ જ પ્રમાણે આવેગ, સંભ્રમ, પ્રસાદ, અનુસ્મરણ, નવસંગમ અથવા તો પ્રેમની કોઈક અનુભૂતિમાં પણ પ્રયોજી શકાય. ૧૭
કશ્યપ કે જેને અભિનવગુપ્ર ઉદ્ધૃત કરે છે તે ધ્રુવા વિશે કહે છે ‘ધ્રુવા’ ગીતની અસરથી પ્રેક્ષક પોતાની અહંભરી ચેતનાથી મુક્ત થાય છે, અને તેનામાં સ્વાર્થ વિહીન ચૈતન્યાવસ્થા પેદા થાય છે,