Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 147
________________ Vol. XXXII, 2009 વિક્રમોર્વશીય’ના નાન્દીશ્લોકનું કાવ્યાર્થસૂચકત્વ : 141 જ પ્રાણથી પુરુરવા આધ્યાત્મિક ઉન્નતિ તરફ વધે છે. જેમ- “ઉર્વશીને ફરી પ્રાપ્ત કરી લેવાથી એના ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં એક અભિનય સ્કૂર્તિ આવી જાય છે, જે એના શીલની માનવીયતાની ઉપર્યુક્ત નિર્ચાજ વિજ્ઞપ્તિ કરે છે. (૭) અથર્વ.માં અપ્સરાઓ માટે આ પ્રમાણે વિશેષણો છે : યા વર્તન્ના અર્થાતુ બોલાવવાવાળી કે પ્રેરણા કરવાવાળી, તમિવી-ચય: અર્થાત્ ગ્લાનિને દૂર કરવાવાળી, સક્ષમ અર્થાત્ ચક્ષુઓની કામનાઓને તૃપ્ત કરવાવાળી, મનો-મુલ્ડ અર્થાત્ મનને મોહિત કરવાવાળી. | વિક્રમોમાં રાજા પુરુરવા ઉર્વશીના સૌંદર્યથી અભિભૂત થાય છે. એના પ્રતિ અનુરાગ-બદ્ધ પુરુરવાના કેટલાક સંવાદોથી ઉપર્યુક્ત અથર્વ માં આપેલ વિશેષણોની સાર્થકતા દષ્ટિગત થાય છે. જેમ अहो नु खलु दुर्लभाभिनिवेशी मदनः । (अङ्क, १) एषा मनो मे प्रसभं शरीरात्पितुः पद मध्यममुत्पतन्ती । सुराङ्गना कर्षति खण्डिताग्रात्सूत्रं मृणालादिव राजहंसी ॥१.१८॥ आ दर्शनात्प्रविष्टा सा मे सुरलोकसुन्दरी हृदयम् ।। बाणेन मकरकेतोः कृतमार्गमवन्ध्यपातेन ॥२.२॥ (તથા જુઓ : ૨.૯, ૨.૧૦, ૨.૧૧ ૨.૧૭, વગેરે) વિક્રમો.ના નાન્દીશ્લોકમાં “મુમુક્ષુ' શબ્દથી ઉર્વશીનું સૂચન છે. જ્યારે પુરુરવા ‘વિતયો સુત્તમ' છે. આ બંને પદ સંયુક્ત કરવાથી વિક્રમો.ના પ્રસિદ્ધ ટીકાકાર રંગનાથે જે કહ્યું છે તથા અથર્વ. અને વિક્રમો.ના ઉપર્યુક્ત વિશેષણો સાથે પણ સાદૃશ્ય સધાશે. જેમ કે રાજામાં ઉર્વશીની સ્થિર ભક્તિ હોવાથી જ સંગમનીયમણિના યોગથી પુરુરવાને ઉર્વશીની પ્રાપ્તિ થાય છે. (ડ) નિષ્કર્ષ : (૧) પ્રસ્તુત શોધપત્રમાં કાઢવેમ, રંગનાથ ઇત્યાદિ ટીકાકારોના બૌદ્ધિક યત્નને સિદ્ધ કરવાનો એક યથામતિ પ્રયત્ન છે. (૨) ઉપર્યુક્ત અધ્યયનની સિદ્ધિમાં ટીકાકાર રંગનાથનાં અવતરણ અહીં ઉપયુક્ત બની રહે એમ છે. જેમ કે ઉપર્યુક્ત વિશેષણોથી પ્રસિદ્ધવિભવ તથા વિશેષણ-મહિમાથી વિશેષ લાભને કારણે પુરુરવા તમારા-સભાસદોનું નિઃશ્રેયસ (કલ્યાણ) અર્થાત્ યોગક્ષેમાદિરૂપ કલ્યાણ કરે, એવો ભાવ વ્યંજિત થાય છે. અર્થાત્ આ પ્રકારે પુરુરવા નર નહીં, પરંતુ નારાયણ તુલ્ય સિદ્ધ થાય છે | માની શકાય છે. (૩) ઉર્વશીને વિશ્વનો પૂજિભૂત પ્રેમ અને પુરુરવાને સમગ્ર સંસારના ચૈતન્યનો પૂંજસમ(સૂર્ય કે શિવવ) માનીએ તો વિક્રમોર્વશીય એક ઉદાત્તરૂપક સિદ્ધ થઈ શકે છે. (૪) અથર્વ. ના આ સૂક્ત (૨.૨) અને વિક્રમો.ના નાન્દીશ્લોકની સાથેના તુલનાત્મક

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190