________________
140
સમીરકુમાર કે. પ્રજાપતિ
SAMBODHI લાગ્યું. વનચારી મુનિએ સંગમનીય મણિ દ્વારા પુરુરવા-ઉર્વશીનો સંયોગ બનાવ્યો.
આ બધા જ શાપ અને અનુગ્રહની પાછળ નિવૃત્તિ માર્ગ પર સંચરિત નૈષ્કર્મે (બુદ્ધિયુક્ત) મુનિઓની લોકસંગ્રહની ભાવના | પ્રવૃત્તિ માની શકાય. આ મુનિઓનું સમષ્ટિ માટે અને રાજધર્મ માટે સમર્પણ છે અને રાજા પ્રત્યે ભક્તિપૂર્વક કર્તવ્ય-પાલન છે.
(૬) અથર્વમાં ગન્ધર્વ-અપ્સરા વચ્ચેના તાત્વિક અને સ્કૂલ સંબંધનું વર્ણન પ્રાપ્ત થાય છે. ૨૨ પં. સાતવળેકરજીએ “અપ્સરા' શબ્દનું આ પ્રકારે અર્થઘટન કર્યું છે :
“મપ+સર” અર્થાત્ ૩પ- જળને આશ્રયે, સર– ચાલનારી. આ નામ જલાશ્રિત પ્રાણવાચક છે. “બાપોમય: પ્રાપ:' જલમય અર્થાત્ જળના આશ્રયે પ્રાણ રહે છે. આ ઉપનિષદોનું કથન છે. અને એ જ વાત આ શબ્દોમાં પણ છે. આથી ‘સપ્ત:' શબ્દ પ્રાણશક્તિનો વાચક છે, એવું વેદમાં પણ કહ્યું છે. અહીં એમણે એક અનુમાન પણ કર્યું છે કે જલતત્ત્વના આધાર પર રહેવાવાળો પ્રાણ આત્માની ધર્મપત્નીરૂપ છે અર્થાત્ ગન્ધર્વ જો આત્મા છે, તો એની ધર્મપત્નીરૂપ અપ્સરા નિઃસંશય પ્રાણશક્તિ કે જીવનશક્તિ જ છે.'
પુરુરવા સમગ્ર નાટકમાં પોતાના અસ્તિત્વના સંઘર્ષમાં ઉર્વશીરૂપ પ્રાણશક્તિને પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક-બલ પર જ જીવી રહ્યો છે. જો ઉર્વશીરૂપ પ્રાણશક્તિ પુરુરવાને પ્રાપ્ત ન થાત, તો આત્મારૂપ-પુરુરવાનું અસ્તિત્વ પ્રાયઃ સંભવિત ન બનત. જેમ કે
त्वद्वियोगोद्भवे तन्वि मया तमसि मज्जता ।
વિષ્ટથી પ્રત્યુપત્ર કથા વેતનેવ પતાસુના છે. (૪.૪૦). એક અન્ય અનુમાન જોઈએ તો – ‘પ્રાણ એવા સ્થાન પર સ્થિત છે કે તે એક બાજુથી દશ્ય અને બીજી બાજુથી અદશ્યને જોડનાર મધ્યબિંદુ છે, એના માટે આ આકૃતિ જુઓ :
શરીર ઇન્દ્રિયો - પ્રાણ – મનબુદ્ધિ – આત્મા દેશ્ય ...................................૦.............................. અદશ્ય
અર્થાત્ સ્કૂલ-દશ્યથી સૂક્ષ્મ અદેશ્ય સુધી પહોંચવા માટે યોગાદિ શાસ્ત્રોમાં પ્રાણનું આલંબન કરવામાં આવ્યું છે. કેમ કે આ પ્રાણ એક જ એવો છે કે તે સ્થૂળ-સૂક્ષ્મ, દશ્ય-અદશ્ય, જડ-ચેતન, શક્તિ-પુરુષને જોડી દે છે. આથી પ્રાણ ભવનોનો મધ્ય કહેવાય છે અને આધ્યાત્મિક ઉન્નતિના સાધન માટે પ્રાણનું જ આલંબન પ્રધાન માન્યું છે. કેમ કે અદશ્યનો અનુભવ થતાં આસક્તિ વધે છે તથા સૂક્ષ્મ-તત્ત્વનું અનુસંધાન વધારે થાય છે. ૨૪
વિક્રમોમાં સૂચિત થાય છે કે “પ્રાણ (શક્તિ) અપ્સરાઓ છે. અપ્સરાઉર્વશી(પ્રાણશક્તિ)થી પુરુરવા (આત્મા) સંતુષ્ટ થાય છે ?
"त्वदर्शनादेव प्रसन्नबाह्यान्तःकरणोऽन्तरात्मा ।"२५ ઉર્વશી સ્વર્ગ-પૃથ્વીરૂપ બંને ભવનોમાં મધ્ય છે. બંને ભુવનોના મિલનમાં સાધનરૂપ છે. એ