________________
126
વિજય પંડ્યા
SAMBODHI
આપણે ઉપર નોંધ્યું તેમ ગાઈ શકાય તે ગીત અને ગમે તે ચીજ ગાઈ શકાતી હોય છે. એટલે માત્રામેળ છંદો તો ગાઈ શકાય તેમ હોય છે જ. પણ કાલિદાસ જ્યારે અમુક રચના ગાવા માટેની છે એવો ઉલ્લેખ કરે છે ત્યારે નોંધપાત્ર છે કે આ પદ્યો મૂળ પ્રાકૃતમાં હોય છે. આનું જાણીતું ઉદાહરણ શાકુન્તલના પહેલા અંકની પ્રસ્તાવનાનું પદ્ય છે. સૂત્રધાર નટીને પરિષદનું શ્રુતિપ્રસાદન કરવાનું કહે છે. ગ્રીષ્મઋતુ હમણાં જ આરંભાઈ છે. એટલે સૂત્રધાર નટીને કહે છે : “તત્વમેવ તાવરિ- પ્રવૃત્તિમુપમોક્ષમ ગ્રીષ્મસમયપત્ય જીયતામ્ ! હમણાં જ આરંભાએલા, માણી શકાય તેવા ગ્રીષ્મ સમયને વિષય બનાવીને ગા”. અને પોતે ગ્રીખ સમય કેવી રીતે “ઉપભોગક્ષમ છે તે એક પદ્યમાં કહે છે.
सुभगसलिलावगाहाः पाटलसंसर्गसुरभिवनवाताः ।
પ્રછાયભુતમનિદ્રા વિસા: પરિણામરમાયા: . (શાકુન્તલ-૧-૩) આ દિવસો કે જેમાં જળમાં સ્નાન કરવું આનન્દપ્રદ છે, પાટલપુષ્પોના સંસર્ગથી વનવાયુઓ સુગંધિત છે, ગાઢ છાયામાં નિદ્રા પણ સુલભ બને છે અને સંધ્યાઓ રમણીય હોય છે.
આવા ગ્રીષ્મ સમયને વિષય બનાવીને ગાવાનું સૂત્રધાર દ્વારા કહેવામાં આવતા નટી જે ગાય છે તે પદ્ય પ્રાકૃત ભાષામાં રચાયેલું છે જેથી હું સંસ્કૃત છાયા આપીશ
ईषदीषच्चुम्बितानि भ्रमरैः सुकुमारकेसरशिखानि ।।
અવતંત્ત રથમાના પ્રમવાર શિરીષકુસુમારિ I (શાકુન્તલ-૧-૪) ભમરાઓએ જેની કોમળ કેસરટોચોને થોડી થોડી ચૂમી છે તે શિરીષપુષ્પોને કોમળ અમદાઓ કાનમાં આભૂષણ રૂપે પહેરે છે.
હવે સૂત્રધારનું ગ્રીષ્મ સમયનું વર્ણન કરતાં પદ્ય (૧-૩) ઉપર આપણે ઉદ્દધૃત કર્યું. નટીએ ગાયેલું પ્રાકૃત ભાષાનું પદ્ય પણ આપણે ઉપર ટાંક્યું. આ બન્ને પદ્યો વિશે નોંધપાત્ર બાબત એ છે કે આ પદ્યો એક જ પ્રકારના છંદમાં રચાયેલા છે. આમ તો એક છંદ છે પણ થોડા ફેરફારથી બીજો છંદ બનતો હોય છે. એટલે ૧-૩ અને ૧-૪ બને “આર્યા' નામના માત્રામેળ છંદમાં રચાયેલા છે. ૧-૩ તો સ્પષ્ટપણે “આર્યા છંદમાં છે" અને નટીએ બીજું પદ્ય ગાઈને પરિષદનું મનોરંજન કરવાનું હોવાથી તે પદ્ય પ્રાકૃતમાં છે. છંદ આર્યા જ છે પણ થોડો ફેરફાર હોવાથી તેને “ગીતિ' છંદ કહેવામાં આવે છે. એટલે આ એક નોંધપાત્ર બાબત છે. કાલિદાસે બીજો પણ એક સંકેત આપ્યો છે કે એકત્ર થયેલા વિદ્વાનોનું શ્રુતિપ્રસાદન (કર્ણમધુર સંગીત સંભળાવીને મનોરંજન) કરવાનું હોવાથી નટીએ ગાવાનું છે. અને એ પ્રમાણે ગાવાથી પરિષદ આખી જાણે રાવિવિત્તવૃત્તિરર્તાિવિત થઈ ગઈ છે. એટલે, આ ગીતનું નાટકમાં એક મનોરંજક તત્ત્વ તરીકે મહત્ત્વ છે. અને અભિનવગુપ્તાચાર્યનો શબ્દ વાપરીએ તો, ગીતનું ૩૫ર તત્ત્વ તરીકે મહત્ત્વ છે. એટલે કે નાટકની, ભજવવામાં આવતા નાટકની અસરકારકતા વધારવા આ બીજી કળા-સંગીતકળાની અહીં સહાય લેવામાં આવે છે.
પણ ગીતની બાબતમાં અહીં થોડું સ્વરૂપચિંતન જરૂરી બને છે. “ગીત' શબ્દ પ્રચલિત જણાતો