Book Title: Sambodhi 2009 Vol 32
Author(s): J B Shah, K M patel
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 136
________________ 130 વિજય પંડ્યા SAMBODHI એકોક્તિ છે અને નાટકમાં એકવિધતા આવી જવાનો પૂરેપૂરો સંભવ છે. સમગ્ર અંકમાં રાજા એકલો છે, ઊર્વશી દેખાતી નથી, વેલીમાં ફેરવાઈ જવાને કારણે તે અગતિક બની ગઈ છે. એટલે અંકમાંની સંભવિત એકવિધતા ટાળવા માટે કવિએ આ અંકનું Opera- નૃત્યનાટિકા જેવું સ્વરૂપ આપ્યું હોય તેવો સંભવ છે. વળી પુરુરવનું પાત્ર ભજવતા અભિનેતાને રાહત આપવા માટે પણ આવું કશુંક કરવું જરૂરી હતું. રાજાના મુખમાં મૂકાયેલાં પદ્યોની સાથેની રંગસૂચના પ્રમાણે તે ચર્ચરી નૃત્યમાં ઢાળવાનાં છે. એટલે સંભવ છે કે આ પઘોની સાથે સાથે ચર્ચરી પ્રકારનું નૃત્ય પણ ચાલતું હોય, અને સાથે રાજા પણ આમાં ભાગ લેતો હોય. બાકીનાં જે અન્યોક્તિ પ્રકારનાં પડ્યો છે તેની સંખ્યા ૨૦ છે જે પ્રાકૃતમાં રચાયેલાં છે. આ પદ્ય રાજાના મુખમાં મૂકાયેલાં નથી તેમજ બીજું કોઈ પાત્ર પણ બોલતું નથી. આ પદ્યો રાજાની સ્થિતિનું સૂચન કરનારાં છે. આમાંથી બે પદ્યો વિશે તો રંગસૂચના છે કે તેઓ પ્રાવેશિકી અને આક્ષેપિકા છે. પ્રાવેશિકા નામ સૂચવે છે તેમ પાત્રના પ્રવેશને સૂચવનારી છે. પદ્ય ૧ અને ૨ પ્રાવેશિકા અને આપિકા છે. આપણે ઉપર જોયું તેમ છુવાનાં પાંચ પ્રકારોને આ ચોથા અંકના પદ્યોને લાગુ પાડી શકીએ તેમ છીએ. અને પ્રો. એચ. ડી. વેલણકર સાહેબે તેમ કર્યું છે. ડૉ. જી. કે. ભટ કહે છે “આવો અર્ધો કલાક કે તેથી પણ વધારે સમય ચાલતી દીર્ઘ નાટ્યાત્મક એકોકિત પુરુરવનું પાત્ર ભજવતા અભિનેતાને થકવી નાખનારું હોય. સાથે સાથે પ્રેક્ષકો પણ એકવિધ દશ્યથી કંટાળી જાય. માટે એ શક્ય છે કે કાલિદાસે આ નાટ્યાત્મક સમસ્યાનો વ્યાવહારિક દૃષ્ટિથી વિચાર કર્યો હોય અને એક બાજુ અભિનેતાને રાહત આપવા તો બીજી તરફ પ્રેક્ષકોને મનોરંજન તેમજ પ્રમોદ માટે ગીતો દાખલ કર્યા હોય. વળી જી. કે. ભટ અટકળ કરે છે કે કોઈ રાજપુરુષોના મિલનસમારંભના દબદબાભર્યા પ્રસંગે આ નાટકને રજૂ કરવામાં આવ્યું હોય. એટલે આ એક સંસ્કૃત નાટ્યસાહિત્યમાં વિરલ છે અને પછીથી વિસ્મૃત થએલી કોઈ પરંપરાના સંકેતો આ અંકે કદાચ જાળવી રાખ્યા છે. કાલિદાસ પછીના નાટ્યકારોમાં આ પરંપરાનું સાતત્ય રહેલું દેખાતું નથી. નવમી સદીના પહેલા ચરણમાં મુરારિએ ૧-૧૩માં પ્રાવેશિકી છુવાનો ઉપયોગ કર્યો છે. મુરારિના અનર્ધરાઘવની પ્રસ્તાવનામાં આ પ્રાવેશિકી છુવાનો પ્રયોગ થયો છે. સૂત્રધાર રામાયણ પર આધારિત રૂપકને પરિષદ સમક્ષ પ્રસ્તુત કરવાનું વિચારી રહ્યો છે. એવામાં નેપથ્યમાંથી ગીત સંભળાય છે. ગીત પ્રાકૃત ભાષામાં છે. એની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે. दिनकरकिरणोत्करः प्रियाकरः कोऽपि जीवलोकस्य । મનમુસ્તાક્રુપાત્નીવૃતમધુવર્ષorવિધઃ II (૧-૧૩ અનર્ધરાઘવ)૨૪ આ સૂર્યના કિરણસમુદાય જીવલોકને અનિર્વચનીય આનન્દ પ્રદાન કરે છે, જે કમળસમૂહની ગોદમાંથી ભમરાને બહાર ખેંચી કાઢવામાં કુશળ છે. એટલે સૂત્રધાર સાંભળીને કહે છે કથમુનિમેવ નર્સ: વિર્ય રથોત્સાદ્રિામભદ્રાષિણો વિશ્વામિત્રસ્ય પ્રવેશી છુવા (અનર્ધરાઘવની પ્રસ્તાવના) શું નર્તકોએ શરૂ કરી દીધું? આ તો, દશરથના ખોળામાંથી રામભદ્રને બહાર ખેંચનારા વિશ્વામિત્રની પ્રાવેશિકી ધ્રુવા છે. જેમ સૂર્યકિરણો ભમરાને કમળમાંથી મુક્ત કરે છે તેમ વિશ્વામિત્ર રામને દશરથની

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190