________________
Vol. XXXII, 2009
સંસ્કૃત સાહિત્યમાં ગીત
131
ગોદમાંથી બહાર કાઢશે એવું વિશ્વામિત્રના પ્રવેશ અંગેનું સૂચન થાય છે. અભિનવગુપ્તાચાર્ય આ આક્ષેપિકી ધુવાની ચર્ચા કરતાં “ઉદાત્તરાઘવ' નાટકમાંથી ઉદાહરણ આપે છે. ૨૫ પણ આ નાટક આજે ઉપલબ્ધ નથી.
આ પ્રકારની “ધ્રુવાઓ વિશે પછીના સંસ્કૃત નાટ્યસાહિત્યમાં ભાગ્યે જ સૂચના મળે છે. પણ ઉપરની ધ્રુવાઓ માટેના પ્રસંગો કોઈ પણ સંસ્કૃત નાટકના ગમે તે પૃષ્ઠ પરથી મળી શકે. જો કે, આમ કરીએ તો આપણે “બુવાને જરાક વ્યાપક અર્થમાં – જે અર્થમાં આ લેખ શરૂ કર્યો છે તે “ગીત' અર્થમાં લેવો જોઈએ. પાત્રોના પ્રવેશ, નિષ્ક્રમણ માટેની પ્રાવેશિકી, નૈદ્ધામિકી ધ્રુવાઓનો વિનિયોગ તો સ્પષ્ટપણે કરી શકાય તેમ છે. આ સિવાય સંસ્કૃત નાટકસાહિત્યમાં જયાં વૈતાલિકોનાં પડ્યો છે તેને આપણે ગીત તરીકે નિઃશંકપણે ગણાવી શકીએ તેમ છીએ. શાકુન્તલના પાંચમા અંકમાં વૈતાલિકનાં બે પઘો ૫-૭ અને ૫-૮ ગીતો જ ગણાય.
स्वसुखनिरभिलाषः खिद्यसे लोकहेतोः प्रतिदिनमथ वा ते वृत्तिरेवंविधैव । अनुभवति हि मूर्धा पादपस्तीव्रमुष्णं
સમયતિ પરિતાપ છાયા સંશ્રિતાનામ્ II (શાકુન્તલ-૫-૭) પોતાના સુખની સ્પૃહા વગરના તમે પ્રજાહિત માટે આટલી જહેમત ઉઠાવો છો, અથવા તો તમારું રોજેરોજનું જીવન જ આ પ્રકારનું છે. ખરે જ વૃક્ષ પોતાના માથા પર આકરો તડકો વેઠે છે અને આશરો લેનારના સંતાપને છાયા વડે દૂર કરે છે.
नियमयसि विमार्गप्रस्थितानात्तदण्डः प्रशमयस् िविवादं कल्पसे रक्षणाय । अतनुषु विभवेषु ज्ञातयः सन्तु नाम
ત્વયિ તુ પરિસમાd વન્યુત્ય પ્રજાનામ્ II (શાકુન્તલ-પ-૮) દંડધારી એવો તું અવળે માર્ગે જનારાઓને નિયમનમાં રાખે છે. ઝઘડાઓને શમાવે છે. રક્ષણ માટે સમર્થ બને છે. વૈભવ વિપુલ હોય ત્યારે સગાવહાલાં હોય જ પણ પ્રજાઓ પ્રત્યેનું સગાઓનું કર્તવ્ય તમારામાં જ પૂરું થાય છે.
વૈતાલિકોનાં પડ્યો આમ, ગીત જ છે. વૈતાલિકની તો વ્યાખ્યા જ એવી છેઃ જુદા-જુદા તાલમાં વૈતાલિક ગાય છે. વિવિધ: તાત્કઃ તે વ્યવહાતિ ! વળી તત્તપ્રદર: રા: તાનવામ: श्लोकैः सरभसं एवं वितालं गायन् वैतालिको भवति ।
આમ વિક્રમોર્વશીયમનું વૈતાલિક પદ્ય (ર-૧), મુદ્રારાક્ષસના ત્રીજા અંકનાં બન્ને વૈતાલિકોનાં પઘો (૩-૨૦, ૨૧, ૨૨ અને ૨૩)ને ગીતો ગણાવી શકીએ તેમ છીએ.
રત્નાવલી નાટિકાના પહેલા અંકમાં દ્વિપદીખંડ ગાતી બે દાસીઓ પ્રવેશે છે અને જે ગાય છે એ ત્રણે પદ્યો ગીતો જ છે.