________________
Vol. XXXII, 2009
સંસ્કૃત સાહિત્યમાં ગીત
127
નથી તો, આના અંગેની શાસ્ત્રીય ભૂમિકા શી છે?
ભરતમુનિ એ નાટ્યશાસ્ત્રના આદ્ય આચાર્ય છે. તેમણે પોતાના અને બીજી અનેક વિચારધારાઓના ઉદ્દગમસ્રોત બનેલા એવા પોતાના નાટ્યશાસ્ત્રમાં અતિ ગહન અને મૂલ્યવાન | વિચારો રજૂ કર્યા છે. આમાં તેમનો એક વિચાર એ છે કે નાટક એ “લોકવૃત્તાનુકરણ< છે. લોકવૃત્તને રંગમંચ પર રજૂ કરવામાં કેટલીક બાબતોની સહાય લેવી પડે છે. આ બાબતો બે પ્રકારની હોઈ શકે લોકધર્મી” અને “નાટ્યધર્મી'. લોકધર્મી બાબતો સામાન્ય જનસમાજના આચરણ પર આધારિત હોય અને નાટ્યધર્મી બાબતો, કલાજગતની વિશેષતા હોય, તો “ગીત” એ નાટ્યધર્મી બાબત છે. જો કે, આ બન્ને વચ્ચે જડબેસલાક વિભાજન (Waternight Compartment) થઈ શકે નહીં. અભિનવતાચાર્યે પણ કહ્યું છે કે તો સ્વભાવમેવાનુવૃત્તમાન ઘર્મદયમ્ | નાટ્યધર્મી એવી રીતે પ્રયોજાય છે કે લોકસ્વભાવના અનુકરણને વધુ વળ, ઉત્કટતા સાંપડે. અભિનવગુપ્તાચાર્ય કહે છે રઝનધવપ્રાધાન્યથોચિતમ્ આમ નાટ્યધર્મી તત્ત્વોમાં “ગીતનો સમાવેશ થાય છે. આમ નાટકમાં સંગીતતત્ત્વનો, તેના નાદમાધુર્યનો ઉપયોગ કરવામાં આવે છે અને નાટ્યશાસ્ત્રમાં આવાં “ગીતને ધ્રુવા કહેવામાં આવ્યું છે. ભરતમુનિ જેને “યુવા' તરીકે ઓળખે છે તે આ “ગીત’ છે એ સમીકરણ થોડુંક વધારે ચિંતન કરવાથી સ્પષ્ટ થઈ જશે.
- હવે આ “ગીત” અથવા “ધ્રુવા' ના પ્રશ્નને બીજી બાજુથી પણ વિચારી શકાય તેમ છે. ભરતમુનિએ એક યાદી આપી છે જેને તેઓ “સંગ્રહ કહે છે, જેમાં નાટકને માટે ઉપયોગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “સંગ્રહ' આ પ્રમાણે છે.
રસમાવëમિન થ વૃત્તિપ્રવૃત્તિઃ - ૧
સિદ્ધિઃ વર તથા તો મને જ (૬-૧૦ ના.શા.) હવે, જે શ્લોકથી આપણે આ લેખનો આરંભ કર્યો તેને અહીં ફરી એકવાર યાદ કરી લેવો પડે.
जग्राह पाठ्यमृग्वेदात् सामभ्यो गीतमेव च ।
યજુર્વામિનાર્ રસાનાર્થવપિ (૧-૧૮ ના.શા.) હવે આ શ્લોક સાથે ઉપરનો શ્લોક સાથે રાખવાથી જણાશે કે “સંગ્રહશ્લોકમાં ‘પાઠ્યનો સમાવેશ કરેલો જણાતો નથી. પણ “સ્વર’માં ખરેખર તે સમાવિષ્ટ છે. નાટકના “પાહ્ય”ને સાધારણ પાઠ્ય'થી જૂદું પાડનારું તત્ત્વ હોય તો તે “સ્વર' છે. અને આ “સ્વર' ખરેખર ‘કાકુ' છે, જે છેવટે તેને નાટકનો “પાક્ય બનાવે છે. જાપુ સ્વર વ વસ્તુતઃ ૩૫રિખ: ૧૦ એટલે “પાક્યમાં કાકુ'(સ્વર) ઉમેરાતાં તે નાટકનું પાક્ય બને છે. આમ “પાઠ્ય' નાટકનું ૩૫રશ્નનીય ત્યારે જ બને જ્યારે તે “સ્વર' એટલે કે “કાકુથી રજિત બને.
આ જ પ્રમાણે આપણે “બુવાને સમજાવી શકીએ તેમ છીએ. સંગીતનું સ્વરૂપ ભરતમુનિના યુગમાં એટલે કે અતિ પ્રાચીન યુગમાં “ગાન્ધર્વ નામથી જાણીતું હતું. આ “ગાન્ધર્વ પણ આપણે ઉપર જોયું તેમ “સામ” (સામવેદ-સામગાન)માંથી ઉદ્દભવેલું. આ “ગાન્ધર્વ સંગીતસ્વરૂપ તો અતિ શાસ્ત્રીય હોય. નાટક તો “લોકવૃત્તાનુકરણ' હતું. એટલે “ગાન્ધર્વ' એના એ સ્વરૂપમાં તો કામ લાગે નહીં. જેમ