Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ ભગવદ્ગીતામાં સ્વધર્મ-પરધર્મ વિચાર આર. પી. મહેતા પોતાનામાં સંનિહિત ચિન્તન જીવનમૂલ્યોને કારણે ગીતાની પ્રસ્તુતતા સામ્પ્રત સમયમાં પણ જળવાઈ રહી છે. વર્ષ ૨૦૦૩ ના પ્રારંભે સત્ય પી. અગ્રવાલનું પુસ્તક The Gita for the Twnetyfirst century પ્રકાશિત થયું. પુસ્તકના કાચા મુસદ્દાને આધારે વાચકોના પ્રતિભાવ મંગાવ્યા. તો અમેરિકાની રિવર હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ લખ્યું - We have greatly benefited from the teaching of the book on the Gita. We therefore urge other highschool students to also benefit equally from this valuable book on how to become engaged in the “good of all”. પોતાના અંગત જીવનમાં કલ્યાણની કામના હોય કે વિશ્વકલ્યાણની કામના હોય - સામ્પત યુગની આ પ્રતીતિ છે કે આ કામનાને તૃપ્ત કરવાની ક્ષમતા આ ગ્રન્થ પાસે છે. ગીતાની ધર્મવિચારણા પણ આ પ્રકારનું કલ્યાણપ્રેરણ ધરાવે છે. તત્ત્વતઃ ભારતીય પરંપરામાં ધર્મનું સ્વરૂપ છે; એનાથી આ ભિન્ન નથી. ડૉ. એસ્તેર સોલોમન આ વિભાવના આ રીતે સ્પષ્ટ કરે છે. ભારતના પ્રાચીન ગ્રન્થોમાં ધર્મનો અર્થ નીતિનિયમ, તે તે પરિસ્થિતિમાં કર્તવ્યો' એવો થતો હતો અને તે અંગેનું માર્ગદર્શન અને આદેશો ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં અપાતાં. મુખ્યભાર નીતિ-નિયમો પર હતો : આ દૃષ્ટિએ ધર્મનો અર્થ જીવનઘડતર માટેનું આયોજન કરી આપનાર વ્યવસ્થા તરીકે કરી શકાય. આ વિષયના અધિકારી ગ્રન્થ મનુસ્મૃતિ'માં આને અનુરૂપ ધર્મનું સ્વરૂપ દર્શાવાયું છે કે ધર્મનું સાક્ષાત્ લક્ષણ ચતુર્વિધ છે. આ ચતુર્વિધ લક્ષણને એના એક વ્યાખ્યાકાર રામચન્દ્ર વિશદ કરી આપે છે. (૧) વેદોક્ત ધર્મ (૨) સ્મૃતિ-ઉક્ત ધર્મ (૩) સજ્જનોનું આચરણ (૪) માત્ર પોતાનું જ નહિ, પોતાના સ્વજનોનું પણ પ્રિય. શ્રૌત હોય, સ્માર્ટ હોય, સર્વપ્રિય હોય કે સદાચાર - ધર્મ જ છે. ગીતામાં વધર્મ-પરધર્મ વિચારણા આ શ્લોકમાં છે – स्वधर्ममपि चावेक्ष्य न विकंपितुमर्हसि । धाद्धि युद्धाच्छ्योऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२- ३१॥ अथ चैत्त्वमिमं धर्म्य संग्रामं न करिष्यसि । ततः स्वधर्म कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥ २ - ३३॥ श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वधर्मेनिधनं श्रेयः परधर्मोभयावहः ॥ ३-३५ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184