Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ Vol. XXV1, 2003 પુરાણોમાં પુરુષાર્થ અને નિયતિ દ્વારા નિર્દિષ્ટ જીવન-રાહ ભાગવત પુરાણના દશમ સ્કન્ધના આરંભમાં જ શ્રીશુકદેવજી વસુદેવની માનસિક પરિસ્થિતિનું નિરૂપણ કરતાં પરીક્ષિતને કહે છે, ‘વિધાતાના વિધાનને ઓળખવું અતિ કઠિન છે. સામે આવેલું મૃત્યુ ટળી જાય છે અને ટળી ગયેલું મૃત્યુ સામે આવીને ઊભું રહે છે. વનમાં આગ લાગી હોય ત્યારે લાકડાના દહનનો પ્રશ્ન અદૃષ્ટની જ સત્તામાં હોય છે૧૮’ આમ, અહીં ભાગવતકાર મનુષ્યના જીવનમાં દૈવવાદની મહતત્તતા પ્રતિપાદિત કરવા માંગતા હોય તે સમજી શકાય છે. આ જ સ્કંધમાં દેવકીએ કરેલી પરમાત્માની સ્તુતિમાં, નંદબાબાની ઉક્તિમાં ભાગ્યની સર્વોચ્ચતાનો નિર્દેશ કર્યો છે. 123 વળી, કૃષ્ણના વિનાશ માટે કંસે અક્રુરજીને મથુરામાં બોલાવી લાવવા માટે જણાવ્યું જેના પ્રત્યુત્તરમાં તેઓ કંસને કહે છે કે, ‘હે રાજન ! મરણને ટાળવાનો તમારો વિચાર સારો છે. પરંતુ કોઈપણ કાર્યની સફળતા યા નિષ્ફળતામાં મનુષ્યે સમભાવ રાખવો હિતાવહ છે. કારણકે ફળને સિદ્ધ કરનાર તો દૈવ જ છે. મનુષ્ય બહુ મોટા મનોરથોના પુલ બાંધે છે, પરંતુ દૈવ વડે તો તે પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યું હોય છે’ આમ, અહીં ભાગવતકાર દૈવવાદનું મંડન કરવા માગતા હોય તેમ સમજી શકાય છે. अरक्षितं तिष्ठति दैवरक्षितं सुरक्षितं दैवहतं विनश्यति । जीवत्यनाथोऽपि वने विसर्जितः कृतप्रयत्नोऽपि गृहे न जीवति ॥ એ વિધાન પણ દૈવવાદનું સમર્થન કરે છે. વળી, અક્રૂરજી કૃષ્ણ અને બલરામને કંસના આદેશાનુસાર મથુરા લઈ જવાન તૈયારીમાં છે, ત્યારે કૃષ્ણના વિરહની કલ્પનામાત્રથી બેબાકળી બનેલી ગોપીઓનાં વિધાતાને ઉદ્દેશીને કરાયેલા ઉદ્દગારો દ્વારા ભાગ્યની જ પુષ્ટિ ફલિત થયેલી જોઈ શકાય છે. રુકિમણીજીના કૃષ્ણે કરેલા હરણ બાદ મરણાસન્ન શિશુપાલને જરાસન્ધ કહે છે કે, જેમ કઠપૂતળી બાજીગરની ઇચ્છા પ્રમાણે નાચે છે, તેમ આ જીવ ભગવદિચ્છાને વશ રહીને સુખ અને દુઃખના સંબંધમાં યથાશક્તિ ચેષ્ટા કર્યા કરે છે.૨ ૨૩, ભાગવત પુરાણ ઉપરાંત અન્ય પુરાણોમાં પણ પુરુષાર્થ અને નિયતિના પ્રચૂર માત્રામાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આથી જ પુરાણોને માનવસમાજને સંસ્કૃતિનો પથ-પ્રદર્શન કરનાર દિવ્ય પ્રકાશ તથા આર્ય જાતિની અનાદિ કાળથી સંચિત વિદ્યાઓની સુદૃઢ મંજૂષા કહેવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ નહિ બને. પાદટીપ (૧) Jain Education International “The Puranas” says a rearned Hindu, “from an important portion of the religious literature of the Hindus, and together with the Dharmasastras and Tantras, govern their conduxt and regulate their religious observances at the present day. The Ved are studied For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184