Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 139
________________ કર્મસમસ્યાનો ઉકેલ “મામનુસ્મર યુધ્ધ = અર્થાત્ ઈશ્વરાનુસંધાનપૂર્વક ધર્માચરણ મુકુંદ વાડેકર પ્રસ્તાવના : “ ધાતુને નન પ્રત્યયથી ઉણાદિસૂત્ર (૪.૧૪૪) દ્વારા નિષ્પન્ન થયેલા કર્મશબ્દનો અર્થ કોઈપણ ક્રિયા એવો થાય છે. સાંખ્યકારિકામાં ત્રયોદશવિધ કારણોની ગણના થયેલી છે. (i ત્રયોદશવિધર્મી માં. . રર). પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, ત્રણ આંતરિન્દ્રિય (બુદ્ધિ, અહંકાર, મનસુ). આ દશબાહ્ય અને ત્રણ આંતરિન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓને કર્મ કહી શકાય. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ ત્રયોદશવિધ ક્રિયાઓનો ઉલ્લેખ “પયન શુક્વન.” (ભ.ગી.૫૮-૯) માં થયેલો છે. શરીર, વાણી અને મન દ્વારા કર્મ થાય છે, એવો નિર્દેશ પણ ભગવદ્ગીતામાં છે જ ( શરીરવાનોર્થ પ્રરમતે ન – પી. ૬૮.૨૬). ન્યાયસૂત્રોમાં પ્રયત્નનો અર્થ કૃતિ એવો આપી - કૃતિ એટલે વાણી, બુદ્ધિ અને શરીર દ્વારા થતી ક્રિયાઓ એવો અર્થ આપેલો છે. (પ્રવૃત્તિવૃદ્ધિારી :ચા. મૂ. ૨..૭) કર્મ એક વ્યાવહારિક વ્યવસ્થા: - વેદોમાં ઋત તરીકે, ન્યાયવૈશેષિકમાં જેને અષ્ટ, મીમાંસકો દ્વારા અપૂર્વ તરીકે અને ઉપનિષદો, જૈન, બૌદ્ધ અને ચાર્વાક સિવાય) અન્ય દાર્શનિકો દ્વારા જેને કર્મ તરીકે સ્વીકારવામાં આવેલું છે એ કર્મને સમાજમાં Ethical and moral order નૈતિક અને મૂલ્યનિષ્ઠ વ્યવસ્થા નિર્માણ કરતાં તત્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. એને એક સ્વીકૃત સિદ્ધાન્ત, Postulated Principle અથવા અભ્યપગમ તરીકે સ્વીકારવાથી સમાજની અનેક પ્રકારની વ્યવહારિક સમસ્યાઓનું નિરાકરણ સરળતાથી થઈ એક પ્રકારની વ્યવહારિક વ્યવસ્થા (Physical order) નિર્મિત થાય છે. એવા પ્રકારનો આ કર્મનો સિદ્ધાન્ત છે, સમાજમાં અનેક પ્રકારની વિષમતાઓ દષ્ટિગોચર થાય છે. જીવનમાં અનુભવાતાં સુખદુ:ખો વગેરે સરખાં નથી. કોઈક ખૂબ સુખસમૃદ્ધિ યુક્ત અને ધનવાન છે, તો અન્ય કોઈને નિર્ધનતાના કારણે . બે વાર પેટ ભરીને અન્ન મેળવવા માટે પણ તેને તકલીફ પડે છે. કોઈ દીર્ઘજીવી છે તો કોઈ અલ્પાયુષી, કોઈ નિરોગી છે તો કોઈને અન્યાન્ય રોગો દ્વારા પીડા અનુભવવી પડે છે. કોઈને અનેક સંતાનો છે, તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184