Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 143
________________ Vol. XXVI, 2003 વ્યાજની વાત 137 પરિસ્થિતિઓના સર્જન દ્વારા રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યું છે. હમણાં જ એક આવી જ વાત સાંભળવામાં આવેલી. કોઈ એક તીર્થની ભોજનશાળાના સંચાલક મુનીમે તીર્થસ્થાનમાં વારંવાર આવતા અને પરિચિત બનેલા શ્રીમંતને તાકીદ-ઇમર્જન્સીની પરિસ્થિતિ દર્શાવી પાંચ લાખ રૂપિયાની જરૂર જણાવી, લીધેલ ચેક વટાવી ખાધો. ત્રણ દિવસની રજાઓ બાદ બેંક ખૂલશે એટલે આપી દેવાની વાત હતી તે તો રહી નહિ, ઉપરથી પોતાને ૯૦ લાખનું દેવું છે એટલે પૈસા આવશે ત્યારે આપીશ એમ જણાવીને ભીનાશવાળા એ યાત્રાળુની પથારી ફેરવી દીધેલી. આજે બદમાશ' શબ્દ આગળ “શરીફ” શબ્દ વિશેષણ તરીકે લાગીને “શરીફ બદમાશો'નો જમાનો આવ્યાનું ડગલે ને પગલે અનુભવાય છે ત્યારે આ કૃતિની પ્રસ્તુતતા વધી જાય છે. કૃતિનું કથાવસ્તુ આ પ્રમાણે છે : કૃતિનાં મુખ્ય બે પાત્રો છે. પૈસાની જરૂરિયાતમાં હંમેશ રહેતો, બદદાનતવાળો, વ્યાજના નામે પૈસા લેનારો (લેતલ) અને લેતલની વાતોમાં આવીને ભોળવાઈ જતો દેતલ. પૈસાની જરૂર હોય છે ત્યારે લેતલ અત્યંત મીઠી જબાનમાં “પખવાડિયે વ્યાજની વાત કરી, જરૂર હોય તો પહેલા વ્યાજ, પછી દામની વાત કરી વિશ્વાસ ઊભો કરે છે. જરૂર પડ્યે, બે દિવસ અગાઉ જણાવવાથી તરત વ્યાજ સાથે મુદલ આપવાની ગેરંટી પણ આપે છે. હૈયાનો મેલ છોડવાની વાત કરી, પોતે એનો ભવનો ચાકર થશે એમ કહી દેતલને પીગળાવી, ઝાઝો વિચાર કરવાનો સમય પણ ન આપી, તરત પૈસા મહિના માટે લે છે. કહેવત છે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે”. દેતલે ચારેબાજુથી પૈસા ભેગા કરી લેતલને આપ્યાં. પૈસા લીધા પછી લેતલે મોં ફેરવી લીધું. પંદર દિવસે વ્યાજ આપવાની વાત તો બાજુ પર રહી, સામો મળે તો જાણે ઓળખતોય નથી ! દેતલ સમજે કે પોતાનું વ્યાજ વધ્યા કરે છે જ્યારે લેતલ તો સ્પષ્ટ જ છે કે પોતે જ બધા પૈસા ખાવાના છે, વાપરવાના છે. વર્ષે દિવસે લેતા વિવેકપૂર્વક પૈસા પાછા માંગે છે ત્યારે ફોસલાવી દે છે કે “તમારા પૈસાની મને ચિંતા ઘણી છે પણ શું કરું? રૂપિયા આવે કે સૌ પહેલાં મારે તમને ચૂકવવાના છે. હાલ તો વ્યાજ વધે છે ને. ઘરે જાવ અને રાજ કરો. વળી વિશ્વાસ બેસે એવી વાણી ઉચ્ચારતાં કહે છે કે જાત વેચીને મારે તમને આપવાના છે જ.” આમ કરતાં ચાર વર્ષ વીતી ગયાં. લખાણનો કાગળ લઈને “હવે તો આપો જ, મારી મૂડીય બમણી થઈ ગઈ છે અને આજે હું લીધા વિના જવાનો નથી.” તેવો નિરધાર સંભળાવે છે પણ પેલો તો ઠંડા કલેજે કહે છે: “પૈસાનું તો નામ જ ન લો. નથી તો શું થાય? ઓછું કોઈને ત્યાં ચોરવા જવાય છે ? ઘરમાં હોય તો હું આપ્યા વિના રહું?” પછી તો આખી પરિસ્થિતિ સરસ નાટ્યાત્મક વળાંક લે છે. સીધોસાદો પણ ઠગાયેલ દેતલ હવે પરિસ્થિતિ પામી ગયો છે. તેથી “આ પાર કે પેલે પાર કરી રૂપિયા તો લઈને જ રહેશે એમ વિચારીને હવે પહેલી વાર ઉગ્ર બને છે. લેતલને મારવાની ધમકી આપે છે. ખૂબ જીભાજોડી થાય છે, વિવેક ચૂકી, અપશબ્દો અને ગાળાગાળી પર ઊતરે છે. છતાં પૈસા ન મળતાં હવે તે આખરી શસ્ત્ર – “તારા ચૂલામાં પાણી રેડું અને હું લાંઘણ કરુ અને તને પણ કરાવું એમ જણાવી - ઉપવાસનું શસ્ત્ર અજમાવે છે પણ લેતલે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184