Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 144
________________ રસીલા કડીઆ તો છાનો છાનો ઘરની અંદર જઈ ખાઈ આવે છે. દેતલ તો ત્રણ લાંઘણે જ મરવા જેવો થઈ ગયો. ધીરજ એની બધી સીમા વટાવી ગઈ. હવે એના ઘરમાં દોડી જાય છે તો એના પહેલાં લેતલ જ એને ગલોથો લગાવી દે છે. વાત વધી પડે છે. લાતાલાતી થાય છે. આખું ગામ તમાશો જોવા દોડી આવે છે. 138 આખી પરિસ્થિતિની નાટ્યાત્મક વક્રતા તો એ છે કે એકઠું થયેલું ગામ દેતલને “દીધું છે તો સારી રીતે લઈ જાણો ને’’ એમ સંભળાવી જાય છે. આમ કહેનાર તરફ ફરી દેતલ હૈયાવરાળ કાઢતાં કહે છે : “મને પૈસા અપાવવામાં મદદ કરવાને બદલે ઉપરથી મને હસો છો ? મારો વાંક જુઓ છો ?” એટલે વિષ્ટિકારો ભેગા થયા અને વ્યાજની વાત અભરાઈએ ચઢાવી માત્ર મુદ્દલ લેવું એમ સમાધાન કરાવે છે. આમ, વ્યાજ તો ગયું જ. ઉપરથી લોકોમાં હાંસીપાત્ર બન્યો અને એના પર પવાડા જોડ્યા ! ગામના ઠાકોર પાસે ન્યાય માટે ગયા તો એણેય શિખામણ આપી કે તમે જો ઘરેણામાં પૈસા રોક્યા હોત તો આમ ન થયું હોત. અંતે કવિ શિખામણ આપે છે કે ક્યારેય કોઈએ કોઈને ઉધાર પૈસા આપવા નહિ. અહીં કવિએ પોતાનું નામ ‘કરસન’ આપ્યું છે. એથી વિશેષ કશી માહિતી સાંપડતી નથી. દલપતકાવ્યસંગ્રહો જોતાં આ જ વાત એમણે છંદોબદ્ધ રીતે કરી હોય તેવી મળતી આવતી એક રચના મળી આવી. એમાં રચના સંવત ૧૯૦૪ આપેલ છે. આ કૃતિ એ પહેલાંની રચાયેલી છે. કદાચ એમ હોય કે સમાજમાં આ કૃતિ ખૂબ જ લોકપ્રિય હોય અને કરસને લખી છે તે પહેલાં પણ ગવાતી હોય. પોતાને યાદ હોય તેવી અને તેટલી અહીં લખી હોય. કવિ દલપતરામે ‘અંગઉધારનો ઝગડો' નામથી એને છંદોબદ્ધ કરી વ્યવસ્થિત કરી હોય. કવિશ્રીની રચના સાથે આ કૃતિ તુલનાયોગ્ય હોવાથી અહીં આ કૃતિની સાથે જ દલપતરામની કૃતિ આપું છું જે રસપ્રદ નીવડશે એવી મારી શ્રદ્ધા છે. ૭ વ્યાજની વાત Jain Education International ભલે મીઠું- અથ વ્યાજની વાત લિખ્યતે કોઈ આપો છો વ્યાજે, એક મસવાડાને કાજે. મૂલ તો પનરે દાડે દેસ્યું, તો બીજી વાર લેસું. એકવાર તો કામ પાડો, રાખસું એક મસવાડો, મેલોને હીઆનો મેલ, અમે છીંઈ બાસાંકલ SAMBODHI પહલો તુમે વ્યાજ લ્યો, પછેં અમને દામ ઘો. જોઈઇ તારે લેજ્યો, મેં દીયાડા આગલથી કહજ્યો. આંણી વહેલા દીધા તો ભવના ચાકર કીધા. કાંઈ તુમારો (અમારો) છે વાંક, તુમે વાળ્યો આડો આંક. માણસ જોઈને ઘો, નિચિંત દોઢા કરીને લ્યો. લેતલ બોલ્યા એહવા બોલ, દેતલનું હીયું થયું ઢોલ. For Personal & Private Use Only - કરસન (૧૮૫૧) લિખિત www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184