________________
ગુરુ અધિકાર વિભાગ-૨
re
વિશેષાર્થ— સાધુ હાસ્યથી અસત્ય પણ બોલે, તેથી હાસ્યનો ત્યાગ કરીને એમ કહ્યું. વિચાર્યા વિના બોલનાર સાધુ ક્યારેક અસત્ય પણ બોલે, તેથી પોતાને વૈર-પીડા વગેરે થાય અને જીવોનો ઘાત થાય. માટે વિચારીને બોલે. ક્રોધને આધીન બનેલ સાધુ સ્વ-પરનો વિચાર કર્યા વિના ગમે તે બોલે અને એથી અસત્ય બોલે. લોભાધીન સાધુ પોતાનો સ્વાર્થ સાધવા અસત્ય પણ બોલે, ભયભીત સાધુ પ્રાણરક્ષાદિ માટે અસત્ય પણ બોલે. માટે સાધુ ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરે.
પ્રશ્ન- અનુવિધિન્ય ભાષા=વિચારીને બોલનારો હોય એમ કહી દીધા પછી ફરી વીર્યરાત્રે સમુદ્રેક્ષ્ય=દીર્ઘકાળ વિચારીને બોલે એમ શા માટે કહ્યું ?
ઉત્તર– જે ક્રોધ-લોભ-ભયનો ત્યાગ કરે તે જ લાંબો વિચાર કરી શકે એ જણાવવા માટે ફરી‘દીર્ધકાળ વિચારીને બોલે” એમ કહ્યું. (૨૩૫) सयमेव उग्गहजायणे १ घडे मइमं निसंम २ सइ भिक्खु उग्गहं ३ | अणुन्नवीय भुंजिय पाणभोयणं ४ जाइत्ता साहम्मीयाण उग्गहं ५ ॥ २३६ ॥ स्वयमेवावग्रहयाचने घटेत मतिमान् निशम्य सदा भिक्षुरवग्रहम् । अनुज्ञाप्य भुञ्जीत पानभोजनं याचित्वा साधर्मिकानामवग्रहम् ॥ २३६ ॥७४६ ગાથાર્થ ૧. મતિમાન સાધુ જાતે જ અવગ્રહની યાચના કરવામાં પ્રવર્તે. ૨. અવગ્રહ આપનારના તૃણાદિ લેવાની અનુજ્ઞાના વચન સાંભળીને થયેલા અવગ્રહમાં જ તૃણાદિને લેવા માટે પ્રયત્ન કરે. ૩. સદા સાધુ સ્પષ્ટમર્યાદાથી અવગ્રહની યાચના કરે. ૪. ગુરુની રજા લઇને આહાર-પાણી વાપરે. ૫. સાધર્મિકોના અવગ્રહની યાચના કરીને રહે.
વિશેષાર્થ– (૧) ઇંદ્ર, ચક્રવર્તી, માંડલિક રાજા, શય્યાતર અને સાધર્મિક એ પાંચના અવગ્રહની સાધુ જાતે જ યાચના કરે. (૨) તમે આટલા અવગ્રહમાં રહેલા તૃણાદિને લેજો એમ અવગ્રહ આપનારના તૃષ્ણાદિ લેવાની અનુજ્ઞાના વચન સાંભળીને તેટલા જ અવગ્રહમાંથી તૃણ આદિને ગ્રહણ કરે. (૩) સ્પષ્ટ મર્યાદાથી અવગ્રહની યાચના કરે, અર્થાત્ અમે આટલી જ ભૂમિનો ઉપયોગ કરશું, એનાથી વધારે નહિ, એમ નક્કી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org