________________
૧૦૪
સંબોધ પ્રકરણ બકુશ અને પ્રતિસેવનાકુશીલ અવેદી ન હોય. કારણ કે તેમને ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ન હોય. (તેથી તે અવેદી ન હોય.) કષાયકુશીલને પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ ગુણસ્થાન સુધી ત્રણે વેદ હોય છે. પછી અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરામાં વેદો ઉપશાંત થતાં ઉપશાંતવેદ અથવા ક્ષીણ થતાં ક્ષીણવેદ હોય છે. નિગ્રંથ વેદ ન હોય, કિંતુ ઉપશાંતવેદ કે ક્ષણવેદ હોય છે. કારણ કે તે બંને શ્રેણિવાળા હોય છે. બેમાંથી કોઈપણ એક શ્રેણિમાં હોય છે. સ્નાતક ક્ષીણવેદ જ હોય.
(૩) રાગદ્વાર– અહીં રાગ શબ્દથી કષાયનો ઉદય વિવક્ષિત છે. રાગવાળું ચિત્ત નહિ. કારણ કે અપ્રમત્તાદિ ગુણસ્થાનોમાં માધ્યસ્થ અવસ્થામાં રાગવાળું ચિત્ત ન હોવા છતાં સરાગી તરીકે જ વ્યવહાર થાય છે. પુલાક, બકુશ, કુશીલ સરાગી હોય. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોય છે. કારણ કે તેમને કષાયનો ઉદય ન હોય. પણ તેમાં આટલી વિશેષતા છે કે– નિગ્રંથ ઉપશાંતકષાય વીતરાગ કે ક્ષીણકષાય વીતરાગ પણ હોય, જયારે સ્નાતક તો ક્ષીણકષાય વીતરાગ જ હોય.
(૪) કલ્યદ્વાર– કલ્પના સ્થિત અને અસ્થિત એમ બે પ્રકારો છે. જે અવશ્ય એટલે નિયત હોય, જેનું અવશ્ય પાલન કરવાનું જ હોય તે સ્થિત, અને જે અનિયત હોય તે સ્થિતાસ્થિત રૂપ હોવાથી અસ્થિત કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને સ્થિત કલ્પ હોય છે. મધ્યમ તીર્થંકરના સાધુઓને અસ્થિત કલ્પ હોય છે.
પુલાકાદિ પાંચે સ્થિત અને અસ્થિત બંને કલ્પમાં હોય છે. કારણ કે સર્વ તીર્થકરોના કાલમાં આ પાંચે હોય. અથવા જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ પણ કલ્પના બે ભેદો છે. સ્થિત-અસ્થિત કલ્પ સંબંધી વિચારણાને આશ્રયીને કહ્યું. જિનકલ્પ અને સ્થવિરકલ્પની વિચારણા તો આ પ્રમાણે છે–પુલાક સ્થવિરકલ્પી જ હોય. જિનકલ્પી કે કલ્પાતીત ન હોય,
કષાયકુશીલ, જિનકલ્પી, સ્થવિરકલ્પી અને કલ્પાતીત એમ ત્રણ પ્રકારે હોય છે, છબસ્થ સકષાયતીર્થકર કલ્પાતીત હોય એ દૃષ્ટિએ શ્રી ૧. કલ્યાતીત એટલે કલ્પથી(=મર્યાદાથી) રહિત. કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની,
ચૌદપૂર્વધર, દશપૂર્વધર વગેરે કલ્પાતીત હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org