________________
૩૨૦ -
સંબોધ પ્રકરણ ઉપાધ્યાય-ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી, ૧૨. પુનઃ પુનઃ નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવું, અર્થાત્ નિમિત્તો વિગેરે કહેવાં, ૧૩. તીર્થનો ભેદ (કુસંપ) કરાવવો, ૧૪. વશીકરણાદિ કરવું, ૧૫. ત્યાગ (પચ્ચખાણ) કરેલા ભોગોની ઈચ્છા કરવી, ૧૬. બહુશ્રુત ના હોય છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવવું, ૧૭. અગ્નિના ધૂમાડામાં ગૂંગળાવીને ઘણાઓને મારી નાંખવા, ૧૮. પોતે પાપકર્મ.. કરીને બીજાને શિરે ચઢાવવું, ૧૯. પોતાના અસદ્ આચરણને (દોષોને) કપટથી છૂપાવી બીજાઓને ઠગવા, (પોતાને સદાચારીમાં ગણાવવો), ૨૦. અસદ્ભાવથી સભામાં સત્ય બોલનારને પણ જૂઠો ઠરાવવો, ૨૧, નિત્ય કલહ કરાવવો, ૨૨. બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વગેરેમાં લઈ જઈને) તેનું ધન વગેરે લૂંટવું, ર૩. એ રીતે પરને વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી-લલચાવવી, ૨૪. કુમાર નહિ છતાં બીજાની આગળ પોતાને કુમાર તરીકે જણાવવું, ૨૫. એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પોતાને બ્રહ્મચારી જણાવવો, ર૬. જેની સહાયથી પોતે ધનાઢ્ય થયો હોય તેના ધનનો લોભ કરવો, ૨૭. જેના પ્રભાવથી પોતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અંતરાય (દુઃખી) કરવો, ૨૮. રાજા, સેનાપતિ, મંત્રી, રાષ્ટ્રચિંતક વગેરે ઘણા જીવોના નાયકને (રક્ષક-પાલકને) હણવો, ૨૯. દેવોને નહિ દેખવા છતાં કપટથી “હું દેવોને દેખું છું' એમ કહી અશક્ય પ્રભાવ વધારવો અને ૩૦. દેવોની અવજ્ઞા કરવી, અર્થાત્ વિષયાંધ દેવોનું શું પ્રયોજન છે? હું જ દેવ છું’ એમ બીજાઓને જણાવવું, (આઠેય કર્મોને શાસ્ત્રમાં સામાન્યથી મોહ, એવું નામ આપેલું હોવાથી આ ત્રીશ પ્રકારોથી સામાન્યતયા આઠેય કર્મો અને વિશેષતયા મોહનીયકર્મ બંધાય છે.)
૩૧ સિદ્ધગુણો જીવને આઠ કર્મોના નાશરૂપ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પ્રારંભમાં જ પ્રગટ થતા હોવાથી, જે સિદ્ધોના આદિ ગુણો કહેવાય છે તે એકત્રીસ છે. એ ગુણો આ પ્રમાણે કહ્યા છે–(ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org