Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ પરિશિષ્ટ ૩૧૯ છે. ૧. સૂત્ર, ૨. વૃત્તિ અને ૩. વાર્તિક. એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચોવીશ, ૨૫. સંગીતશાસ્ત્ર, ૨૬. નૃત્યશાસ્ત્ર, ૨૭. વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮. વૈદ્યક(ચિકિત્સા)શાસ્ત્ર અને ૨૯. ધનુર્વેદ વગેરે (શસ્ત્રકળાશાપક) શાસ્ત્ર. ૩૦ મોહનીય સ્થાનો ૧. ક્રૂર પરિણામથી સ્ત્રી વગેરે નિર્બળ જીવોને પાણીમાં ડૂબાડીને મારી નાંખવા, ૨. હાથથી કે વસ્ત્રાદિથી મુખ બંધ કરીને (ડૂચો દઇને, શ્વાસ ગૂંગળાવીને, ગળે ટૂંપો દઇને કે એવા કોઇ ક્રૂર પ્રયોગથી) નિર્દયપણે મારી નાખવા, ૩. રોષથી માથે ચામડાની વાધર વીંટીને (બાંધીને) ખોપરી તોડીને મારી નાંખવા, ૪. મોગર, હથોડો, ઘણ કે પત્થર વગેરેથી માથું ફોડવું વગેરે ખરાબ મારથી મારી નાંખવા, ૫. સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને પરમ આધારભૂત (ગણધર, આચાર્ય વગેરે) ધર્મના નાયકને (કે ઘણા જીવોને આજીવિકા પૂરનારને) હણવો, ૬. સામર્થ્ય હોવા છતાં નિર્ધ્વસ પરિણામથી ગ્લાન વગેરેની ઔષધાદિથી સેવા ન કરવી, ૭. સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવો (કે દીક્ષામાં અંતરાય નાંખવો), ૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણા, સાધુની કે ધર્મસાધનોની નિંદા વગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિ-અસદ્ભાવ પેદા કરવા દ્વારા સ્વપરનો અપકાર કરવો, અર્થાત્ લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા, ૯. કેવલજ્ઞાન છે જ નહિ અથવા કોઇ કેવળી બને જ નહિ, વગેરે તીર્થંકરોની કે કેવલજ્ઞાનીઓની નિંદા કરવી, ૧૦. આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુવર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વગેરેની) નિંદા કરવી, ૧૧. જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરનારા પોતાના ઉપકારી પણ આચાર્ય ૧. સૂત્ર=મૂળ ગ્રંથ, વૃત્તિ=સૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત નિયમન અને વાર્તિક=વૃત્તિના કોઇ કોઇ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ, એમ ત્રણમાં વિશેષતા સમજવી. ૨. ‘શ્રુત’ એ જ્ઞાનના ભેદરૂપે આત્માનો ગુણ છે. તેના બળથી આત્મગુણોનો વિકાસ સાધવો એ ન્યાય છે અને હિંસાદિ પાપોનું સેવન કરવું તે અન્યાય છે, અર્થાત્ જ્ઞાનનો દુરુપયોગ કરવારૂપ આશાતના છે. આ શાસ્ત્રો પ્રાયઃ હિંસાદિ આસ્રવોનાં પ્રરૂપક અને પોષક હોવાથી પાપશ્રુત કહ્યાં છે. તેનું જ્ઞાન જીવને આસ્રવોમાંથી બચવા બચાવવા માટે જરૂરી છે, તેને બદલે તેનું આચરણ કરવાથી અતિચાર લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342