Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 336
________________ પરિશિષ્ટ ૩૨૫ (૧૭) પ્રત્યેનીકદોષ– પહેલાં કહી ગયા તે પ્રમાણે જ્યારે ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા, પ્રમાદવશ કે આહાર-નિહાર કરતા હોય અથવા કરવાની ઇચ્છાવાળા હોય ત્યારે વંદન કરવાનો નિષેધ છે, છતાં વંદન કરવું તે. (૧૮) રુષ્ટદોષ– ગુરુ રોષાયમાન હોય કે વંદન કરનારને પોતાને કોઇ કારણે ક્રોધ થયો હોય, તે વખતે ક્રોધયુક્ત વંદન કરવું તે. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષ સત્તરમા દોષમાં આવી જવા છતાં જુદો કહ્યો છે.) (૧૯) તર્જનાદોષ— ‘વંદન નહિ કરવાથી તમો ગુસ્સો નથી કરતા અને વંદન કરવાથી પ્રસન્ન નથી થતા, અર્થાત્ તમો વંદન કરનારાના કે નહિ કરનારાના ભેદને ઓળખતા જ નથી’—એમ બોલીને તર્જના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લોકોની હાજરીમાં મને વંદન કરાવો છો, પણ એકલા હશો ત્યારે ખબર પાડીશ'–એવી બુદ્ધિથી કે તર્જની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વંદન કરવું તે. (૨૦) શઠદોષ— માયાથી ગુરુને કે લોકોને ‘આ ભક્ત છે’—એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વંદન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનું કાઢી જેમ-તેમ વંદન કરવું તે. (૨૧) હીલિતદોષ– ‘અરે, ગુરુ ! હે વાચકજી ! તમોને વાંદવાથી શું ફળ મળવાનું છે ? વગેરે બોલીને અવજ્ઞાપૂર્વક વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિતદોષ– અર્ધું વંદન કરી વચ્ચે દેશકથાદિ વિકથાઓ કરવી તે. (૨૩) દૃષ્ટાદેષ્ટદોષ– ઘણાઓની સાથે વંદન કરતાં બીજાની આડથી જ્યારે ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારું હોય ત્યારે વંદન નહિ કરવું-બેસી રહેવું અને ગુરુ દેખે એટલે વંદન કરવા માંડવું તે. (સ્તનદોષમાં ‘લોકો દેખે-ન દેખે' તેમ અને અહીં ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ-એ ભેદ સમજવો.) (૨૪) શૃંગદોષ— પહેલાં જણાવ્યું તેમ વંદનમાં ‘અહો જાય’ વગેરે બોલીને આવર્તો કરતાં બે હથેલી જે લલાટના મધ્ય ભાગે લગાડવી જોઇએ તે લગાડે નહિ કે લલાટની બાજુમાં જમણી-ડાબી તરફ લગાડે તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342