________________
પરિશિષ્ટ
૩૨૩ (૩) પવિદ્ધદોષ- વંદન કરતાં વચ્ચે જ અધુરી ક્રિયાએ પડતું મૂકી ચાલ્યા જવું કે મજુરની જેમ વંદન અધુરું કરવું તે.
(૪) પરિપિંડિતદોષભેગું વંદન કરવું તે. જેમ કે–ઘણા સાધુઓ એક સ્થાને હોય તે બધાને ભેગું એક વંદન કરવું અથવા તો હાથ-પગ વિગેરે બરાબર નહિ રાખતાં પગ ભેગાં કરી ઊભા રહેવું. બે હાથ પેટ ઉપર ભેગા રાખી વંદન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોનો, પદોનો અને સંપદાઓનો યથાસ્થાને અટક્યા વિના અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો વગેરે.
(૫) ટોલગતિદોષ- તીડની જેમ આગળ-પાછળ કૂદતાં કૂદતાં-ઠેકડા મારતાં વંદન કરવું તે..
(૬) અંકુશદોષ– ઊભા રહેલા, સૂતેલા કે અન્ય કાર્યો કરતાં ગુરુનો ઓઘો વગેરે ઉપકરણો, ચોલપટ્ટો, વસ્ત્ર કે હાથ પકડીને, હાથીને જેમ ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વંદન કરવા માટે આસન ઉપર બેસાડીને વંદન કરવું તે. પૂજ્ય ગુરુઓને આ રીતિએ ખેંચવા તે અવિનય રૂપ હોવાથી અયોગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ-પોતાના ઓઘા કે ચરવળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વંદન કરવું તે અને ત્રીજો અર્થ-અંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વંદન કરતાં પોતાનું મસ્તક ઊંચ-નીચું કરવું તે; એ રીતિએ ત્રણ પ્રકારે અંકુશદોષ જાણવો. . (૭) કચ્છપરિંગિતદોષ ઊભા ઊભા તિરસથરા માસીયUIT - વગેરે પાઠ બોલતાં કે બેઠા બેઠા હો જાયે વગેરે બોલતાં વિના કારણ કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું તે. અર્થાત્ વિના કારણ વંદન કરતાં આગળ-પાછળ ખસવું તે. . (૮) મત્સ્યોદ્વર્તનદોષ- જેમ માછલું પાણીમાં એકદમ નીચે જાય, એકદમ ઉપર આવે અને એકદમ પાસું ફેરવીને બાજુમાં ફરી જાય, તેમ વંદન કરતાં ઉછળીને ઊભો થાય, પડતાની જેમ બેસી જાય અને એકને વંદન કરી બાજુમાં બીજા સાધુને વંદન કરવા માટે ખસ્યા વિના જ માછલાની જેમ પાસું ફેરવીને વંદન કરે વગેરે.
(૯) મનઃપ્રદુષ્ટદોષ- ગુરુએ વંદન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપ્યો હોય કે કઠોર શબ્દો કહ્યા હોય તેથી ગુરુ પ્રત્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org