Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 332
________________ પરિશિષ્ટ ૩૨૧ વલયાકાર એમ) પાંચ સંસ્થાનો (આકૃતિઓ), શુક્લાદિ પાંચ વર્ણો, સુરભિ-દુરભિ બે પ્રકારનો ગંધ, મધુર વગેરે પાંચ પ્રકારનો રસ, ગુરુ લઘુ વગેરે આઠસ્પર્શી અને પુંવેદ વગેરે ત્રણ વેદો, એ અઢાવીશના અભાવરૂપ અઢાવીશ તથા અશરીરપણું, અસંગપણું અને જન્મનો અભાવ, એમ એકત્રીશ, અથવા આઠ કર્મોના ૩૧ ઉત્તરભેદોના ક્ષયથી પ્રગટ થતા એકત્રીશ ગુણો સમજવા. તે ૩૧ ભેદો આ પ્રમાણે છે–જ્ઞાનાવરણીયકર્મના પાંચ, દર્શનાવરણીયના નવ, વેદનીયનાબે, મોહનીયના (દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ) બે, આયુષ્યના ચાર, નામકર્મના (શુભઅશુભ) બે, ગોત્રના બે અને અંતરાયના પાંચ, એમ એકત્રીશ પ્રકારનાં કર્મોનો ક્ષય થવાથી પ્રગટતા એકત્રીશ ગુણો સમજવા. ૩૨ જીવભેદો પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, સાધારણ વનસ્પતિકાયએ પાંચ સૂક્ષ્મ અને બાદર એટલે ૧૦, પ્રત્યેક વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય, સંજ્ઞી પંચેદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિય એમ ૧૬ ભેદસ્થાય. એ સોળના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા બે ભેદથી કુલ ૩૨ ભેદો થાય. ૩૨ યોગસંગ્રહ ૧. શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચનાદેવી અથત નિષ્કપટભાવે પોતાના અપરાધોને કહી જણાવવા, ૨. આચાર્યું પણ શિષ્યના તે તે અપરાધોને જાણવા છતાં બીજાને નહિ જણાવવા, ૩. આપત્તિના પ્રસંગે (દ્રવ્યાદિ ચાર પ્રકારના ઉપસર્ગોમાં) પણ ધર્મમાં દઢતા કેળવવી, ૪. . ઉપધાન (વિવિધ તપ) કરવામાં આ લોક-પરલોકનાં (જડ) સુખોની અપેક્ષા ન રાખવી, ૫. ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષાનું વિધિથી સેવન કરવું. (વિધિપૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવો), ૬. શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા-શોભા વગેરે) નહિ કરવું, ૭. પોતાનો તપ બીજો જાણે નહિ તેમ ગુપ્ત કરવો, ૮. નિર્લોભતા માટે યત્ન કરવો-લોભ તજવો, ૯. પરીષહો-ઉપસર્ગો આદિનો જય કરવો, તે સમભાવે સહવા અને દુર્બાન નહિ કરવું, ૧૦. સરળતા રાખવી, ૧૧. સંયમમાં તથા વ્રત વગેરેમાં (મૂલ-ઉત્તરગુણોમાં) પવિત્રતા રાખવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342