Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 338
________________ પરિશિષ્ટ ૩૨૭ ગુરુની ૩૩ આશાતનાઓ ૧. “ગુરુની આગળ ચાલવાથી આશાતના–નિષ્કારણ ગુરુની આગળ ચાલવાથી શિષ્યને વિનયનો ભંગ થવારૂપ આશાતના થાય છે. માર્ગ દેખાડવા કે કોઈ વૃદ્ધ, અંધ વિગેરેને સહાય કરવા માટે આગળ ચાલવામાં દોષ નથી. ૨. “ગુરુની સાથે જ બાજુએ જમણા કે ડાબા પડખે ચાલવાથી અને ૩. “ગુરુની પાછળ ચાલવાથી પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિશ્વાસ, છીંક, શ્લેષ્મ વગેરે લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય. એ ચાલવાની આશાતનાઓની જેમ. ૪. નિષ્કારણ ગુરુની આગળ, ૫. બરાબર બાજુમાં, અને ૬. પાછળ પણ બહુ નજીકમાં-એમ ત્રણ રીતિએ “ઊભા રહેવાથી ત્રણ આશાતના થાય. વળી એ જ રીતિએ નિષ્કારણ ૭. ગુરુની આગળ, ૮. બરાબર બાજુમાં જ તથા ૯. બહુ નજીક પાછળના ભાગમાં-એમ ત્રણ સ્થાને બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. ૧૦. ગુરુની-આચાર્યની સાથે સ્પેડિલ ગયેલા સાધુ પોતે ગુરુની પહેલાં દેહશુદ્ધિ વગેરે આંચમન કરે તે “આચમન' નામની આશાતના. ૧૧. કોઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે જેમને ગુરુએ બોલાવવાનો હોય, તે માણસને શિષ્ય પોતે જ ગુરુની પહેલાં બોલાવીને વાત કરે તે “પૂર્વાલાપન' નામની આશાતના. ૧૨. આચાર્યની સાથે બહાર ગયેલો કે ત્યાંથી પાછો આવેલો શિષ્ય ગુરુની પહેલાં જ ગમનાગમન આલોચે (ઈરિયાવહિ કરે) તે “ગમનાગમન આલોચના' નામની આશાતના. ૧૩. ભિક્ષા (ગોચરી) લાવ્યા પછી ગુરુની સમક્ષ તેની આલોચના કર્યા (કહી જણાવ્યા) પહેલાં જ કોઈ નાના સાધુની સમક્ષ આલોચના કરીને પછી ગુસ્સમક્ષ આલોચના કરે તે આશાતના. ૧૪. એ જ પ્રમાણે ભિક્ષા લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જ બીજા કોઈ નાના સાધુને દેખાડી પછી ગુરુને દેખાડવાથી આશાતના. ૧૫. ભિક્ષા 'લાવીને ગુરુને પૂછ્યા વિના જ નાના સાધુઓને તેઓની ઇચ્છાનુસાર માગે તેટલું ઘણું આપી દેવાથી આશાતના. ૧૬. ભિક્ષા લાવીને પહેલાં કોઈ નાના સાધુને વાપરવા માટે નિમંત્રણ કરી પછી ગુરુને નિમંત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342