Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 328
________________ પરિશિષ્ટ ૩૧૭ (૧૧) મનોબલી– અંતર્મુહૂર્તમાં સારભૂત તત્ત્વનો ઉદ્ધાર કરી સમગ્ર શ્રુત-સમુદ્રમાં અવગાહન કરવાની શક્તિવાળા. (૧૨) વચનબલી-અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ શ્રત બોલવાની શક્તિવાળા. અથવા ગમે તેટલું બોલે તો પણ કંઠને તકલીફ ન થાય તેવી શક્તિવાળા. (૧૩) કાયબલી- કાઉસ્સગ્નમાં દિવસોના દિવસો સુધી ઊભા રહે છતાં થાક ન લાગે તેવી શક્તિવાળા. (૧૪) અણુત્વ અણુ જેવડું શરીર બનાવવાની શક્તિ. (૧૫) મહત્ત્વ– મેરુથી પણ મોટું શરીર બનાવવાની શક્તિ. (૧૬) લઘુત્વ– વાયુથી પણ હલકુ શરીર બનાવવાની શક્તિ. (૧૭) ગુરુત્વ- વજથી પણ ભારે શરીર બનાવવાની શક્તિ. (૧૮)પ્રાણિભૂમિ ઉપર રહીને આંગળીના અગ્રભાગથી મેરુપર્વતના અગ્રભાગને કે સૂર્યને પણ સ્પર્શી શકાય તેવી શક્તિ. ' (૧૯) પ્રાકામ્ય-પાણીમાં ભૂમિ પર ચાલે તેમ ચાલવાની શક્તિ અને ભૂમિ પર પાણીની જેમ તરવાની કે ડૂબવાની શક્તિ. (૨૦) ઇશિત્વ-તીર્થકર કે ઇન્દ્રનીઋદ્ધિની વિકવણા કરવાની શક્તિ. (૨૧) વશિત્વ- સર્વ જીવોને વશ કરવાની શક્તિ. (રર) અપ્રતિઘાતિત્વ- પર્વતની અંદરથી પણ જવાની શક્તિ. (૨૩) અંતર્ધાન– અદશ્ય થવાની શક્તિ. (૨૪) કામરૂપિ–– એકી સાથે અનેક રૂપો કરવાની શક્તિ. (૨૫) લીરાસ્ત્રવ, મધ્વાસ્રવ, સર્પિરાઢવ, અમૃતાઢવ- જેમના પાત્રમાં પડેલું ખરાબ અન્ન પણ દૂધ, મધ, ઘી અને અમૃત સમાન થઈ શક્તિવર્ધક બને તેવા. અથવા જેમનું વચન શારીરિક અને માનસિક દુઃખને પામેલા જીવોને દૂધ વગેરેની માફક આનંદદાયક બને તેવી. (૨૬) અલીણમહાન–જેમના પાત્રમાં વહોરાવેલ અલ્પ પણ અન્ન ઘણાને આપવા છતાં ન ખૂટે તેવા. " (૨૭) અક્ષણમહાલય- જ્યાં રહ્યા હોય ત્યાં અસંખ્યાતા દેવ, તિર્યંચો કે મનુષ્યો એક-બીજાને અગવડ ન પડે તેમ બેસી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342