Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૬ . સંબોધ પ્રકરણ સંયમના વ્યાપારોનું સેવન, ૨૬, શીતાદિ પરીષહોની પીડાઓને સમભાવે સહન કરવી અને ૨૭. પ્રાણાંત ઉપસર્ગ વગેરે પ્રસંગે પણ સમાધિ રાખવી. - ૨૮ લધિઓ તપથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમાં ૨૮લબ્ધિઓ આ પ્રમાણે પ્રમાણે છે (૧) આમશૌષધિ– આમર્શ એટલે સ્પર્શ. આ લબ્ધિવાળા સાધુ રોગને દૂર કરવાની બુદ્ધિથી પોતાને કે બીજાને સ્પર્શે તો રોગ દૂર થઈ જાય. જો કોઈ એક ભાગમાં લબ્ધિ હોય તો જે ભાગમાં લબ્ધિ હોય તે ભાગથી સ્પર્શ કરે તો રોગ દૂર થઈ જાય. જો સંપૂર્ણ શરીરમાં લબ્ધિ હોય તો કોઈ પણ ભાગથી સ્પર્શ કરે તો રોગ દૂર થઈ જાય. (૨) વિપુડીષધિ– વિષ્ણુડ એટલે વિષ્ઠા-મૂત્ર. આ લબ્ધિવાળા સાધુ સ્વપરના શરીરમાં પોતાનાવિષ્ઠા-મૂત્રના અંશને લગાડીને રોગ દૂર કરી શકે. (૩) ખેલૌષધિ– ખેલ એટલે શ્લેમ. સાધુ પોતાનો ફ્લેખ લગાડીને રોગ દૂર કરી શકે. (૪) જલ્લૌષધિ– જલ્લ એટલે મેલ. પોતાનો મેલ લગાડીને રોગ દૂર કરી શકે. (૫) સંભિન્નશ્રોતા– શરીરના કોઈ પણ ભાગથી સાંભળી શકે. (૬) સર્વોષધિ– વિષ્ઠા, મૂત્ર, કેશ, નખ વગેરે બધી જ વસ્તુઓ ઔષધરૂપ બને. (૭) આશીવિષ- શ્રાપ આપીને અપકાર કરવાની અને આશીર્વાદ આપીને ઉપકાર કરવાની શક્તિ. (૮) બીજબુદ્ધિ– એક અર્થના શ્રવણથી અનેક અર્થો જાણવાની શક્તિ . (૯) કોઇ બુદ્ધિ- બીજાની પાસેથી સાંભળીને યાદ રાખેલા પદાર્થો ક્યારેય ન ભૂલાય. (૧૦) પદાનુસારી– એક પદને સાંભળીને બાકીના તમામ પદોને યાદ કરવાની શક્તિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342