Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 323
________________ સંબોધ પ્રકરણ ૩૧૨ શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઇષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૧) શય્યા (ઉપાશ્રય) ‘સવારે તો અન્યત્ર જવાનું છે' એમ સમજતો નિઃસ્પૃહ મુનિ સારા-નરસા ઉપાશ્રયનાં સુખ-દુઃખને સમભાવે સહન કરે, તેમાં રાગ કે દ્વેષ ન કરે. (૧૨) આક્રોશ— જો કોઇ આક્રોશ કરે, તો પણ પોતાના ક્ષમાશ્રમણપણાને સમજતો મુનિ સામો આક્રોશ ન કરે. આક્રોશ કરનારને અપકાર નહિ પણ ઉપકાર માને અને પોતાના સમતાધર્મની સાધના માટે તે નિમિત્ત આપે છે એમ સમજી પ્રસન્નતા અનુભવે. (૧૩) વધ– જો કોઇ તાડન-તર્જન કરે, તો પણ સમતાથી સહન કરે અને ‘મારા પ્રાણ તો લીધા નથી ને !' એમ માનતો, ક્રોધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતો જ્ઞાની સામો પ્રહાર ન કરે (મારવાનીં ઇચ્છા પણ ન કરે, કિંતુ સામાને થતા કર્મબંધથી તેની કરુણા ચિંતવે). (૧૪) યાચના— ‘બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી' એમ (જિનાજ્ઞાને) સમજતો મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઇચ્છા પણ ન કરે. (૧૫) અલાભ— (લાભાંતરાયકર્મના ઉદયથી નહિ મળનારાં તથા ક્ષયોપશમથી મળનારાં) આહાર-વસ્ત્ર-પાત્રાદિ બીજાને કે પોતાને માટે જો ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે, તો પણ તે ખેદ ન કરે અને જો મળે, તો હર્ષ પણ ન કરે; એટલું જ નહિ, તે ન મળે તેમાં પોતાના અંતરાયકર્મના ઉદયને કારણભૂત માની સમતા ધારણ કરે પણ બીજાની નિંદા ન કરે. (બીજા લબ્ધિવંત સાધુને મળે તે જોઇને તેજોદ્વેષ પણ ન કરે, કિંતુ તેઓ પ્રત્યે આદર રાખે.) (૧૬) રોગ– જ્યારે શારીરિક રોગ આવે, ત્યારે ઉદ્વેગ ન કરે, કર્મોદયજન્ય રોગને સમતાથી સહન કરતાં કર્મો ખપી જાય છે' એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિંતુ આત્માથી શરીરને ભિન્ન માનીને દીનતા વિના સહન કરે. (જો ઔષધ કરે, તો પણ સંયમના ધ્યેયથી કરે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342